આમચી મુંબઈ

Central Railwayના પ્રવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ આ કોરિડોરનું પચાસ ટકા કામકાજ થયું પૂર્ણ

મુંબઈ: મુંબઈ સબર્બનના લોકલ ટ્રેનના નેટવર્કને વિસ્તારવા માટે રેલવે પ્રશાસન સક્રિયપણે કામ કરી રહ્યું છે, જેમાં મધ્ય રેલવેના મહત્ત્વના કોરિડોરનું લગભગ પચાસ ટકાથી વધુ કામ પૂરું થયું છે, જ્યારે આગામી 2025ના અંત સુધીમાં તૈયાર થવાથી મેઈન લાઈન (કર્જત-બદલાપુર)ના પ્રવાસીઓને હાર્બર લાઈનની પણ કનેક્ટિવિટી મળશે. મુંબઈમાં નવા પનવેલ-કર્જત કોરિડોરના નિર્માણ માટે ટનલનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મધ્ય રેલવે (Central Railway)માં મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ (MUTP-3) દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેકટમાં કર્જત-પનવેલ (Karjat-Panvel Corridor) વચ્ચે એક 29.6 કિલોમીટરનું કોરિડોર નિર્માણ કરવામાં આવશે.

આ કોરિડોના માર્ગમાં ત્રણ ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનું ડ્રિલિંગનું કામ પૂર્ણ થતાં ટનલને ખુલ્લી મૂકવામાં આવશે. આ સંપૂર્ણ પ્રોજેકટમાંથી 50 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે અને ડિસેમ્બર 2025 સુધી કોરિડોર તૈયાર થશે એવી જાહેરાત મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC) દ્વારા કરવામાં આવી હતી.


મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેકટમાં કુલ ત્રણ ટનલનું નિર્માણ કરવાં આવી રહ્યું છે, જ્યારે તેની કુલ લંબાઈ 3,114 મીટરની છે. આ પ્રોજેકટમાં પહેલી નઢાલ ટનલ (219 મીટર), બીજી વાવરલી ટનલ (2,625) અને ત્રીજી કિરાવલી ટનલ (300 મીટર)નું કામ ચાલી રહ્યું છે.


એક અધિકારીએ આપેલી માહિતી મુજબ નઢાલ ટનલનું વૉટર-પ્રૂફિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને કોંક્રિટ લાઈનિંગનું કામ પૂર્ણ થયાની સાથે બેલાસ્ટ-લેસ ટ્રેક બેસાડવાનું કામકાજ શરૂ છે. પ્રસ્તાવિત પ્રોજેકટની સૌથી લાંબી ટનલ-ટુ (વાવરલી ટનલ)નું 2,038 મીટર જેટલું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે.


પનવેલ-કર્જત કોરિડોર માર્ગમાં કુલ પાંચ સ્ટેશન છે. આ પ્રોજેકટથી નવી મુંબઈના રાયગઢ જિલ્લાના વિસ્તારને કર્જત સાથે જોડી અને એમએમઆરનો વિસ્તાર કરવામાં મદદ મળશે. આ કોરિડોરને કારણે મુંબઈ લોકલને આ વિસ્તારથી કનેક્ટિવિટી મળશે પનવેલ-કર્જત કોરિડોરના આસપાસના પરિસરનો પણ વિકાસ થશે.


તાજેતરમાં પનવેલ, ખાલાપુર અને કર્જતના વર્કિંગ કોરિડોરમાં અમુક ટ્રેનો ચાલે છે, પણ હવે નવા કોરિડોરમાં પનવેલ, ચિકલે, મહાપે, ચોક અને કર્જત આ પાંચ નવા સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. 2016માં આ પ્રોજેકટને મંજૂરી મળી હતી અને તે પછી ડિસેમ્બર 2025 કામકાજની ડેડલાઇન રાખવામાં આવી છે, એવી માહિતી અધિકારીએ આપી હતી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button