Maharashtra: લોકસભા ચૂંટણીમાં ભાજપની મહિલા નેતાની હારથી નારાજ સમર્થકો, બીડમાં ચાર યુવકોએ કરી આત્મહત્યા
આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળ્યું છે કે હાર અને જીત તો જીવનમાં ચાલ્યાકરે , એને ક્યારેય મન પર ન લેવી જોઇએ. આપણે માત્ર ખંતપૂર્વક કોશિશ કરતા રહેવી જોઇએ અને ક્યારેક તો જીત મળશે જ, પણ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં હાર અને પરાજયે લોકોના મનમગજ પર એટલો બધો કબજો જમાવ્યો છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા પંકજા મુંડેની હારથી આઘાત પામેલા 4 કાર્યકરોએ આત્મહત્યા કરી લીધી છે. પંકજા મુંડેની હાર બાદ આત્મહત્યાની ઘણી ઘટનાઓ સામે આવી છે. દરમિયાન, પંકજા મુંડેએ તેમના કાર્યકરોને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરવાની અપીલ કરી છે, આ અપીલ પછી પણ કાર્યકરોની આત્મહત્યાના અહેવાલો આવ્યા છે. નોંધનીય છે કે પંકડા મુંડેને લોકસભા ચૂંટણીમાં માત્ર 6553 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના પછી તેમના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ આઘાતમાં આવી ગયા છે.
બીડ લોકસભા મહાયુતિના ઉમેદવાર પંકજા મુંડે આ લોકસભા ચૂંટણીમાં હારી ગયા છે. મહાવિકાસ આઘાડીના ઉમેદવાર બજરંગ સોનવણે અને પંકજા મુંડે વચ્ચે સીધો મુકાબલો હતો. બીડ લોકસભા ક્ષેત્રમાં 15 લાખ 19 હજાર 523 મતદારોએ મતદાન કર્યું હતું. પંકજા મુંડે 6 હજાર 553 મતોથી ચૂંટણી હારી ગયા. ચુકાદો 4 જૂને જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ પંકજા મુંડેની હારના કારણે યુવાનોએ આત્મહત્યા કરવાનું શરૂ કરી દીધું હતું.
પંકજા મુંડેની હારને કારણે સચિન કોંડિબા મુંડે (ઉંમર 30, જિલ્લો લાતુર), પાંડુરંગ રામભાઈ સોનવણે (અંબાજોગાઈ જિલ્લો બીડ), પોપટ વૈભસે (જિલ્લો બીડ) અને ગણેશ ઉર્ફે હરિભાઈ ભાઈસાહેબ બડે (ઉંમર 35, જીલ્લો બીડ) એ આત્મહત્યા કરી લીધી છે. જેમાંથી સચિન મુંડેએ 7મી જૂને, પાંડુરંગ સોનવણેએ 9મી જૂને, પોપટરાવ વૈભાસેએ 10મી જૂને અને ગણેશ બડેએ 16મી જૂને આત્મહત્યા કરી હતી.
પંકજા મુંડેએ મૃતકના પરિવારની મુલાકાત લઇ તેમને સાંત્વના આપી હતી. તેમણે પોપટરાવ વૈભાસેના માસૂમ બાળકો અને પરિવારોની તમામ જવાબદારી ઉપાડવાનું પણ વચન આપ્યું હતું. આ મામલે પંકજા મુંડેએ તેમના સમર્થકોને ભાવનાત્મક અપીલ પણ કરી હતી કે તેઓ ગુસ્સામાં આવીને એવું કોઈ પગલું ન ભરે જે તેમને અને તેમના પરિવાર માટે દુઃખદાયક હોય.
અગાઉ 12 જૂન, 2024 ના રોજ, તેમણે તેમના સમર્થકોને તેમની અપીલનો એક વીડિયો પણ શેર કર્યો હતો અને તેમને કોઈ આત્મઘાતી પગલું ન ભરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું માનું છું કે લોકોએ કોઈ પણ નેતાને એટલો પ્રેમ ન કરવો જોઈએ કે તેના માટે પોતાનો જીવ આપી દે. જો તમને હિંમતથી લડતો નેતા જોઈતો હોય તો મને પણ એવો કાર્યકર જોઈએ છે જે હિંમતથી લડે. હવે જો કોઈ મારા માટે પોતાનો જીવ આપી દેશે તો હું રાજકારણ છોડી દઈશ.
Also Read –