ફેક્ટરીમાં શિફ્ટિંગ વખતે કાચની મોટી શીટ પડતાં બે મજૂરનાં મોત

પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં ફેક્ટરીમાં શિફ્ટિંગ વખતે કાચની મોટી શીટ પડતાં બે મજૂરનાં મોત થયાં હતાં, એમ પોલીસે જણાવ્યું હતું.
નાયગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ગ્લાસ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મંગળવારે સાંજે આ ઘટના બની હતી.
ફેક્ટરીમાં બે મજૂર કાચની મોટી શીટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી રહ્યા હતા ત્યારે તે અચાનક બંને મજૂર પર પડી હતી, જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો: આંધ્ર પ્રદેશમાં ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટનાઃ 6 મજૂરનાં મોત
ઘવાયેલા બંને મજૂરને તાત્કાલિક સારવારાર્થે સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.
બંને મજૂરની ઓળખ કશિશ યાદવ (28) અને અકરમ અલી ખાન (27) તરીકે થઇ હતી. બંનેના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા. નાયગાંવ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી.
(પીટીઆઇ)