નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણીમાં મતદાન માટે બીજી ડિસેમ્બરે પેઇડ રજા

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વિવિધ સંસ્થાઓ, વ્યવસાયો અને અન્ય કાર્યસ્થળોના કર્મચારીઓ માટે બીજી ડિસેમ્બરે પેઇડ રજા જાહેર કરી છે જેથી તેઓ નગર પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીમાં મતદાન કરી શકે.
શુક્રવારે જારી કરાયેલા સરકારી ઠરાવ (જીઆર) મુજબ, જે જિલ્લાઓમાં મંગળવારે (બીજી ડિસેમ્બર) મતદાન થશે ત્યાંના કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પેઇડ રજા મેળવવા માટે હકદાર છે.
આપણ વાચો: સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભૂજબળને ફટકો
મહારાષ્ટ્રમાં ફેલાયેલી 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોની ચૂંટણીઓ લાંબા સમયથી બાકી રહેલી શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓના પ્રથમ તબક્કામાં યોજાશે.
જીઆરમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મતદાનના દિવસે મતદારો માટે ભરપગારી રજા ફરજિયાત બનાવે છે.
રજાનો નિર્દેશ મતદાન વિસ્તારોમાં મતદારો હોય તેવા તમામ કામદારો, કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડશે, પછી ભલે તેમનું કાર્યસ્થળ મતવિસ્તારની અંદર હોય કે બહાર.
આપણ વાચો: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત, બીજી ડિસેમ્બરે મતદાન, ત્રીજી ડિસેમ્બરે મતગણતરી
કારખાનાઓ, દુકાનો, હોટલો, વાણિજ્યિક સંસ્થાઓ, આઇટી કંપનીઓ, મોલ અને છૂટક દુકાનો સહિત શ્રમ વિભાગ હેઠળની સંસ્થાઓએ આ નિર્દેશનું પાલન કરવું આવશ્યક છે.
જો સંપૂર્ણ દિવસની રજા શક્ય ન હોય તો આવશ્યક અથવા સતત સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓએ બેથી ત્રણ કલાકની ખાસ રજા આપવી આવશ્યક છે, એમ જીઆરમાં જણાવાયું છે.
જીઆરમાં જિલ્લાઓમાં મ્યુનિસિપલ કાઉન્સિલો અને નગર પંચાયતોની વિગતવાર યાદી શામેલ છે જ્યાં બીજી ડિસેમ્બરે મતદાન થશે. મતદાનના પ્રથમ તબક્કા પછી 336 પંચાયત સમિતિઓ, 32 જિલ્લા પરિષદો અને 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતદાન થશે, જેમાં મુંબઈનો સમાવેશ થાય છે – જેનું સમયપત્રક રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.



