પૂ. શ્રી ધીરજમુનિને બેંગલોરમાં નડ્યો અકસ્માત
ધીરગુરુદેવને મામૂલી ઈજા થઇ, જ્યારે વ્હીલચેરચાલકને ફ્રેક્ચર આવ્યું
મુંબઈ: ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીર ગુરુદેવને ગુરુવારે 28મી ડિસેમ્બરે સવારે 7 વાગ્યે અકસ્માત નડ્યો હતો. ટુમકુરથી પાર્શ્વલબ્ધિ દેરાસર વિહાર માર્ગે તપોવન દેરાસર પહેલાં કોઇ અજાણ્યા વાહને પાછળથી ધીરગુરુદેવ જે વ્હીલચેર પર જઇ રહ્યા હતા તેને ટક્કર મારી હતી. વ્હીલચેરને ટક્કર લાગતાં તે ખાડામાં સરકી ગઇ હતી. વાહનની ટક્કર લાગવાને કારણે વ્હીલચેરનું છજું સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. અકસ્માત નડતાં ધીરગુરુદેવને હાથમાં અને પગમાં ઈજા થઇ હતી.
ધીરગુરુદેવને અકસ્માતમાં હાથ અને પગમાં ઈજા થઇ હોવાથી તેઓને નજીકની મહાવીર જૈન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ રજા આપવામાં આવી હતી. બીજી બાજુ વ્હીલચેર ચાલકને પગમાં ગંભીર ઈજા થવાને કારણે ફ્રેક્ચર આવ્યું હતું. નિષ્ણાત ડોક્ટરોએ સફળ ઓપરેશન કર્યું હતું.
પાર્શ્વલબ્ધિ તીર્થમાં બેંગલોર ગુજરાતી જૈન સંઘની ધર્મસભાને સંબોધતાં પૂ. ગુરુદેવે જણાવ્યું હતું કે જ્ઞાનદશામાં જે કર્મો ઉદયમાં આવે છે તે મહાલાભનું કારણ બને છે. જગતના તમામ જીવો સાથે મૈત્રીભાવ અને કરુણાભાવ વર્ધમાન બનતો રહે એ જ સાચી સાધના છે. સંઘપ્રમુખ રાજેશભાઈ મહેતા, ઉપપ્રમુખ ભરતભાઈ મોદી, શૈલેશભાઈ કપાસી વગેરે કાર્યરત છે. પૂ. ગુરુદેવ સાતામાં બિરાજે છે. સૌને ધર્મસંદેશમાં મંગલભાવના ભાવી છે. ગોંડલ ગચ્છ શિરોમણિ પૂ. જશરાજજી મ.સા., શાસનપ્રભાવક પૂ. નમ્રમુનિ મ.સા. આદિ સંત-સતીજીઓએ આરુગ્ગ બોહિલાભંની ભાવના ભાવી છે. ઉ