આમચી મુંબઈ
પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં મહાવીર ભવન નિર્માણમાં અનુદાન: દાતા સન્માન
શ્રી વિલેપારલા સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં મહાવીર નિર્વાણ કલ્યાણકના ચાતુર્માસના મુખ્ય લાભાર્થી હંસાબેન ગુણવંતરાય ભાયાણી, માલિનીબેન કિશોરભાઈ સંઘવી, અમિતાબેન જગદીશભાઈ ઝોંસા અને સેવાભાવી શ્રી નરેશ માવાણી, મુકેશ ઠોસાણી, કિરણબેન ધોળકિયાનું સન્માન કરાયું હતું. રાજકોટમાં નિર્માણાધીન મહાવીર ભવનમાં એક રૂમ નામકરણના લાભાર્થી શ્રી ચુનીલાલ પીતાંબરદાસ દોશી પરિવારના શ્રી દીપક દોશીનું અભિવાદન કરાયું હતું. દાતાઓને ૧૧ લાખમાં રૂમનો લાભ મળી શકશે. તા. ૧-૧૨-૨૩ ને શુક્રવારે ઘાટકોપર હિંગવાલા સંઘમાં પૂ. શ્રી ધીરગુરુદેવના શુભહસ્તે દીક્ષિત પૂ. રત્નજ્યોતજી મ.સ.ની દીક્ષા જયંતી ઉપલક્ષે સંયમ સંવેદના પ્રવચન, સમૂહ એકાસણા તપનું આયોજન કરાયું છે.