પૂ. ધીરગુરુદેવની દીક્ષા જયંતી નિમિત્તેબેંગલોરમાં ૧૦૮ આંખના ઓપરેશન | મુંબઈ સમાચાર

પૂ. ધીરગુરુદેવની દીક્ષા જયંતી નિમિત્તેબેંગલોરમાં ૧૦૮ આંખના ઓપરેશન

મુંબઈ: વીર આવો અમારી સાથે મંડળ- સાયન દ્વારા પૂ. ધીરગુરુદેવની દીક્ષા જયંતી અનુમોદનાર્થે બેંગલોરમાં દાતાઓના સૌજન્યથી આંખના ૧૦૮ ઓપરેશન વિનામૂલ્યે કરાયાં હતાં. ડૉ. પ્રશાંત અને ડૉ. સુરેખાએ સુંદર સેવા બજાવી હતી. પાંચ બાળકોના સફળતાપૂર્વક ઓપરેશન કરાયાં હતાં. સામાયિક ઉપકરણ બેગ, છાસ વિતરણ, જીવદયાની વિવિધ પ્રવૃત્તિ, ઉપાશ્રયોમાં માટલાં વિતરણ વગેરે કાર્ય કરનારાં મંડળનાં ૧૩ બહેનો ધાર્મિક સામાજિક કાર્ય કરવામાં અગ્રેસર છે. વરસીતપ આરાધક પ્રફુલા રોહિત કામદાર અને રશ્મિ રજની શાહે ચેન્નઈ ખાતે વિવિધ સત્કાર્ય કરેલ. તબીબી દંપતીનું સન્માન કરાયું હતું.

સંબંધિત લેખો

Back to top button