આમચી મુંબઈનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

વંચિત બહુજન આઘાડીને ઓવૈસીનો ઓપન ટેકો, કરી આ અપીલ

મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)માં પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (VBA) પાર્ટીને અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમ (AIMIM) પાર્ટીએ સમર્થન આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના અકોલા લોકસભાની બેઠક પરથી પ્રકાશ આંબેડકર ઉમેદવાર તરીકે લડશે છે, જેથી ઓવૈસીએ પ્રકાશ આંબેડકરને વોટ આપવાની અપીલ લોકોને કરી છે.

એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે મારી પાર્ટી અને વીબીએએ 2019ની લોકસબા ચૂંટણીમાં યુતિ કરી હતી, જોકે તે વિધાનસભાની ચૂંટણી દરમિયાન તૂટી ગઈ હતી, પરંતુ હવે દલિત વર્ગનું નેતૃત્વ કરવા અમારે ફરી એકસાથે આવવું જોઈએ.


હું અકોલાની એઆઇએમઆઇએમની ટીમને અપીલ કરું છું કે તેઓ પ્રકાશ આંબેડકરને વોટ આપે. તેઓ ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર છે. એઆઇએમઆઇએમ પુણેથી લોકસભાની ચૂંટણીમાં ઉતરશે અને તે માટે અનિસ સુંડકેને ઉમેદવારી જાહેર કરી છે.

ALSO READ: લોકસભામાં લાલઘૂમ ઓવૈસી, રામ મંદિર ચર્ચા વખતે બોલ્યા કે ‘શું હું કઈ બાબર, જીન્નાહ, ઔરંગઝેબનો પ્રવકતા છું?’

ઓવૈસીએ મરાઠા આરક્ષણ કાર્યકર મનોજ જરાંગે પાટીલના પણ વખાણ કર્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું કે એક દુબળા-પતલા બાંધાવાળા વ્યક્તિએ રાજ્ય સરકારને હલાવી મૂકી હતી. મને આશા હતી કે જરાંગે પાટીલ એક રાજકીય પાર્ટી બનાવીને ચૂંટણી લડશે અને તે જીત્યા બાદ ન્યાય આપશે.


ઔરંગાબાદથી એઆઇએમઆઇએમના ઉમેદવાર ઇમ્તિયાઝ જલીલ વિરુદ્ધ દરેક પક્ષો સાથે આવી ગયા છે. બે શિવસેના, બે એનસીપી, ભાજપ અને કૉંગ્રેસ પાર્ટી એક સાથે આવી ગઈ છે. લોકોએ સરકાર સામે સીએએ, એનઆરસી, એનપીઆર બાબતે સવાલ કરવો જોઈએ.


વીબીએના પ્રકાશ આંબેડકરે પણ લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ નેતાને ઉમેદવાર નહીં બનાવતા મહાવિકાસ આઘાડી પર નિશાન સાધ્યું હતું અને તેમ જ એઆઇએમઆઇએમ અને અસદુદ્દીન ઓવૈસીના વખાણ કર્યા હતા. જોકે બંને પક્ષોએ હજુ સુધી કોઈ સત્તાવાર યુતિ જાહેર કરી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button