વિદેશમાં નોકરીને બહાને 21 યુવાનો સાથે પંદર લાખની છેતરપિંડી: ચાર વિરુદ્ધ ગુનો

થાણે: વિદેશમાં નોકરી અપાવવાને બહાને 21 યુવાનો સાથે 15.34 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપીઓમાં ખાનગી કંપનીના માલિકનો સમાવેશ હોઇ તેમણે વિદેશમાં નોકરીને બહાને યુવાનો પાસેથી રૂપિયા લીધા હતા.
તાજેતરમાં એક વ્યક્તિએ ભિવંડી શહેર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને દાવો કર્યો હતો કે સંજયકુમાર રતનકુમાર અને તેના સાથીદાર અયાન તથા બે અજાણ્યા શખસે વિદેશમાં નોકરીને નામે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતી.
આપણ વાચો: આઇઆઇટી બોમ્બેની નિવૃત્ત મહિલા અધિકારી સાથે 4.62 કરોડની છેતરપિંડી: બેની ધરપકડ…
ફરિયાદીને કુવૈતમાં મરિના મૉલ ખાતે હેલ્પરની નોકરી માટેનું ખોટું એગ્રીમેન્ટ બતાવવામાં આવ્યું હતું અને તેને બોગસ વિઝા પણ આપવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર વિદેશમાં નોકરીને નામે 21 જેટલા યુવાનોને છેતરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 15.34 લાખ લેવામાં આવ્યા હતા. આ પ્રકરણે ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ કેસની તપાસ ચાલી રહી છે. (પીટીઆઇ)



