આમચી મુંબઈ

મુંબઈમાં ત્રણ દિવસમાં પીયુસી ઉલ્લંઘન માટે ૨,૪૬૦થી વધુ વાહનો સામે કાર્યવાહી

મુંબઈ: મંગળવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસમાં મુંબઈ ટ્રાફિક પોલીસે પીયુસી ઉલ્લંઘન બદલ ૨,૪૬૦ વાહનો સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી ગેરરીતિ કરતા વાહનચાલકો પર કાર્યવાહી કરીને હવાના પ્રદૂષણને કાબૂમાં લેવા પોલીસની ચાલી રહેલી ઝુંબેશનો એક ભાગ છે.
હવામાં પ્રદૂષણ ફેલાવતા એક્ઝોસ્ટ કટઆઉટનો ઉપયોગ કરવા બદલ ૪૪૯ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ૧૯૫ વાહનોના સાયલન્સર જપ્ત કરવામાં આવ્યા હતા. ૧,૦૦૦થી વધુ વાહનો પર જોખમી રીતે બાંધકામ સામગ્રી વહન કરવા બદલ કાર્યવાહી કરી હતી, જ્યારે ૫૯ કોમર્શિયલ વાહનોને આઠ વર્ષની ફિટનેસ મર્યાદા સમાપ્ત થયા પછી ચલાવવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.
સંયુક્ત પોલીસ કમિશનર, ટ્રાફિક પ્રવિણ પૌડવાલે ટ્રાફિક પોલીસ કર્મચારીઓને હવા પ્રદૂષણ ફેલાવતા વાહનો પર કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
માન્ય પીયુસી પ્રમાણપત્રો ન ધરાવતાં વાહનો પર કેન્દ્રીય મોટર વાહન નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તૈયાર મિક્સ કોંક્રીટ સહિતની બાંધકામ સામગ્રીને ઢાંકેલા વાહનોમાં બાંધકામના સ્થળો પર લઈ જવાની જરૂર છે. જો ટ્રક અથવા સિમેન્ટ મિક્સર જેવા વાહનો અસુરક્ષિત, જોખમી રીતે બાંધકામ સામગ્રી વહન કરતા જોવા મળશે, તો મહારાષ્ટ્ર મોટર વાહન નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. એક્ઝોસ્ટ કટઆઉટનો ઉપયોગ કરનારા અને વાયુ પ્રદૂષણમાં ફાળો આપનારા વાહનોને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે. આવા વાહનોના સાયલેન્સર જપ્ત કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસ અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે કોમર્શિયલ વાહનો કે જેઓ આઠ વર્ષની ફિટનેસ મર્યાદાને વટાવી ચૂક્યા છે અને તેમની પાસે હવે માન્ય ફિટનેસ પ્રમાણપત્રો નથી તે જપ્ત કરવામાં આવશે અને સંબંધિત આરટીઓને મોકલવામાં આવશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button