અમારી સરકાર સ્થિર: ફડણવીસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અમારી સરકાર સ્થિર: ફડણવીસ

નાગપુર: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય વિધાન સભ્યો વિરુદ્ધ અપાત્રતા અરજીનો ચુકાદો વિધાનસભાના સ્પીકર દ્વારા બુધવારે જાહેર થવાનો છે એની પૂર્વ સંધ્યાએ એટલે કે મંગળવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હૈયાધારણ હતી છે કે શિવસેના – ભાજપની સરકાર સ્થિર રહેશે. ભાજપના વરિષ્ઠ નેતાએ યુતિ સરકાર કાયદા અનુસાર છે અને સ્પીકરનો ચુકાદો તેમની સાથે ન્યાય કરશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

વિધાનસભાના અધિકારીઓએ સોમવારે આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર મુખ્ય પ્રધાન અને કેટલાક વિધાનસભ્યો વિરુદ્ધ કરવામાં આવેલી અપાત્રતા અરજીઓ અંગે બુધવારે ચુકાદો આપવાના છે. શિંદે અને અન્ય શિવસૈનિકોના બળવાને પગલે જૂન ૨૦૨૨માં શિવસેનામાં ફૂટ પડી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાની મુદત ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી જે પાછળથી લંબાવીને ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ કરવામાં આવી હતી. આ ચુકાદો ૧૦ જાન્યુઆરી, બુધવારે સાંજે ચાર વાગ્યે અપેક્ષિત છે. (પીટીઆઈ)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button