આમચી મુંબઈ
પરવાનગી વિના રિસોર્ટમાં ડાન્સનું આયોજન: ત્રણ સામે ગુનો
થાણે: પોલીસની પરવાનગી લીધા વિના રાયગડ જિલ્લામાં પનવેલ નજીક આવેલા રિસોર્ટમાં ડાન્સ પ્રોગ્રામનું આયોજન કરવા રિસોર્ટના માલિક સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. લોકપ્રિય ડાન્સર ગૌતમી પાટીલના ડાન્સનો પ્રોગ્રામ ૧૨ ઑક્ટોબરે રાતે વાવંજે ગામમાં યોજવામાં આવ્યો હતો. પોલીસે ગૌતમી પાટીલના ડાન્સ પ્રોગ્રામ માટે પરવાનગી આપી નહોતી. આ પ્રોગ્રામ અમુક સ્થાનિક લોકો કોઇના જન્મદિવસની ઉજવણી માટે આ પ્રોગ્રામ યોજવા માગતા હતા, પણ તેમને પરવાનગી આપવામાં આવી નહોતી. આમ છતાં આ તે સાંજે સાતથી રાતે ૧૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. દરમિયાન ઓર્કેસ્ટ્રા બેન્ડ સાથે લાઉડ સ્પીકરનો ઉપયોગ નિયમોનો ભંગ કરીને કરવામાં આવ્યો હતો. આથી પ્રોગ્રામના આયોજકો રમાકાંત ચૌમેકર, અંકિત વર્મા અને રિસોર્ટના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.