સિડકોમાં ૧૦૦ પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ
મુંબઈ: સિડકો કોર્પોરેશને કર્મચારીઓ પર કામનું ભાર વધતાં ૧૦૦ પદ માટે ભરતી કરવાનું નક્કી કર્યું છે. માહિતી મુજબ હાલમાં સિડકોના હિસાબી વિભાગમાં ૪૮ ટકા જગ્યાઓ ખાલી છે. આ ૧૦૦ પદ માટે ભરતી દિવાળી દરમિયાન અથવા પછી કરવામાં આવશે એવું અધિકારી
જણાવ્યું હતું.
સિડકો બોર્ડના એકાઉન્ટ વિભાગમાં ૨૦૨ પદો મંજૂર કરવામાં આવ્યા હતા પણ હાલમાં માત્ર ૯૭ કર્મચારીઓ કામ કરી રહ્યા છે જેથી લગભગ ૫૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.
સિડકો કર્મચારી યુનિયનના અધિકારીઓએ સિડકોના મેનેજિંગ ડાયરેક્ટર સમક્ષ આ મામલે રજુઆત મૂકી હતી. પરંતુ હાલના મેનેજિંગ ડિરેક્ટર સંજય મુખર્જીએ મજૂર સંઘની આ અરજીને સામે કોઈ પગલાં લીધા હતા ત્યારબાદ અનિલ દિગ્ગીકરે સિડકો બોર્ડના મેનેજિંગ ડાયરેક્ટરનું પદ સંભાળ્યા બાદ કામદારોની સમસ્યાને ઉકેલવાની સૂચના આપી હતી. આ મામલાને સિડકો બોર્ડના જનસંપર્ક વિભાગના વડા પ્રિયા રાતામ્બે પાસે લઈ જવામાં આવ્યો હતો પણ તેમના તરફથી હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ઉ