પ્રી-પ્રાઇમરીથી ચોથા ધોરણ સુધીના વર્ગો સવારે નવ વાગ્યાથી શરૂ કરવાનો આદેશ
મુંબઈ: ગવર્નર રમેશ બૈસે ગયા વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આપેલા ભાષણમાં પ્રાથમિક વર્ગો માટેના પ્રારંભિક સમય પ્રત્યે તેમનો અણગમો દર્શાવ્યા પછી મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે એક પરિપત્ર જારી કરીને શાળાઓને પૂર્વ પ્રાથમિકથી ધોરણ ચાર સુધીના વર્ગો સવારે નવ વાગ્યાથી શરૂ કરવા જણાવ્યું હતું.
પરિપત્રમાં રાજ્યપાલની ટિપ્પણીઓનો સંદર્ભ હતો જેમાં જણાવ્યું હતું કે જીવનશૈલીમાં ફેરફારો, મોડું સૂવું, મોટેથી સંગીત અને મનોરંજનના વિવિધ માધ્યમોનો સમાવેશ થાય છે, જેના પરિણામે વિદ્યાર્થીઓને પૂરતી અને યોગ્ય ઊંઘ મળતી નથી. તેની વિદ્યાર્થીઓના ઉત્સાહ પર પ્રતિકૂળ અસર પડે છે. જે શાળાઓમાં પ્રિ-પ્રાયમરીથી ચોથા ધોરણ સુધીના વર્ગોનો સમય સવારે નવ વાગ્યા પહેલા હોય તેઓએ તેમનો સમય બદલવો જોઈએ અને સવારે નવ વાગ્યે કે પછી વર્ગો શરૂ કરવા જોઈએ. જે શાળા સંચાલકોને તેમના સમય બદલવામાં મુશ્કેલી પડે છે તેઓએ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરવો અને ઉકેલ શોધવો જોઈએ. તેમાં ઉમેર્યું હતું કે શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯માં નિર્ધારિત શિક્ષણના કલાકોને અનુસરવામાં શાળાઓને મુશ્કેલી ન હોવી જોઈએ. (પીટીઆઇ)