આમચી મુંબઈ

બિલ્ડરો અને કૉન્ટ્રેક્ટરોને ધૂળને ઘટાડવાના ધોરણોનું પાલન કરવાનું સુધરાઈનું ફરમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ખાનગી તથા સરકારી પ્રોજેક્ટ પર કામ કરનારા ૧૦૦ કૉન્ટ્રેક્ટર તથા રિઅલ ઍસ્ટેટ ફર્મને ધૂળ ઘટાડવાને લગતા તમામ નિયમોનું પાલન કરો અથવા કાર્યવાહીનો સામનો કરો એવી ચીમકી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે.

મુંબઈની હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને સુધરાઈએ ધૂળને ઘટાડવા માટે અમલમાં મૂકવા માટેની ગાઈડલાઈન બહાર પાડી છે અને તેનું પાલન નહીં કરનારા કૉન્ટ્રેક્ટરો તથા કંપનીઓને અને ઍજેન્સીઓ કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું સુધરાઈએ કહ્યું છે ત્યારે મુંબઈના ‘પી-ઉત્તર’ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ દિઘાવકરે શુક્રવારે જણાવ્યું હતું કે હાલ મલાડમાં ૯૭ અંડર કન્સ્ટ્રકશન પ્રાઈવેટ સાઈટ અને ૨૭ અંડર ક્ધસ્ટ્રક્શન ગર્વમેન્ટ પ્રોજેક્ટ જેવા કે રસ્તા, સ્ટ્રોમવોટર ડ્રેનેજ અને પુલના કામ ચાલી રહ્યા છે. આ તમામ પ્રોજેક્ટના સંબંધિત લોકોને ધૂળને ઘટાડવા અને પ્રદૂષણને ઘટાડવા માટે પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરવા માટેનો પત્ર લખ્યો છે અને તેમાં નિષ્ફળ જનારા સામે આવશ્યક પગલાં લેવામાં આવશે.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે પાલિકા પ્રશાસને મુંબઈમાં ઍર પોલ્યુશન ઘટાડવા માટે ગાઈડલાઈન બહાર પાડી હતી અને બિલ્ડર તથા કૉન્ટ્રેક્ટરોને ક્ન્સ્ટ્રકશન સાઈટ પર સ્પ્રિંન્કલર અને ફોગિંગ મશીન બેસાડવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો.

પાલિકા પ્રશાસને હજી સુધી કોઈ પણ એકમનો સ્ટોપ વર્કની નોટિસ મોકલી નથી. પરંતુ જ્યાં સુધી સ્પિંકલર્સ અને ફોગિંગ મશીન મળે નહીં ત્યાં સુધી ઍર પોલ્યુશન નિયંત્રણમાં રાખવા માટે આવશ્યક પગલા લેવાની અપીલ કરતા પત્રો પાલિકાના વોર્ડ ઓફિસ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે.

પશ્ર્ચિમ ઉપનગરમાં પાલિકાના પી-ઉત્તર વોર્ડ દ્વારા ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટના કૉન્ટ્રેક્ટરને નોટિસ મોકલીને ઍર પોલ્યુશન ઘટાડવા માટેની ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. નોટિસમાં એવું પણ લખવામાં આવ્યું છે કે રસ્તા, ગટર તથા પુલ બનાવવાની તમામ કામગીરી એટલે કે ક્ધસ્ટ્રકશન તથા ડિમોલિશનના કામ મંજૂરી લઈને કરવાના રહેશે. તેમ જ સાઈટ્સ પર વાહનોની હિલચાલ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા બેસાડવાના રહેશે.

નોટિસમાં ભાર મૂકવામાં આવ્યો છે કે પાલિકા કમિશનરે મુંબઈની ઍર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા માટેના નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે. જો આ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો ઉલ્લંઘન કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…