આમચી મુંબઈ

Orange Gate-Marine Drive પ્રોજેક્ટના અવરોધો દૂરઃ ટનલ જમીનથી પંદરથી ૨૦ મીટર નીચે બનાવાશે


મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ-MMRAD)એ ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ ટનલ પ્રોજેક્ટ (Orange Gate-Marind Drive)માં અવરોધો દૂર કર્યા છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ઈસ્ટર્ન ફ્રીવેને કોસ્ટલ રોડ સાથે સીધો જોડવા માટે તેની ૧.૯૬ હેક્ટર જમીન આપવા તૈયાર થયું છે.

બીપીટી તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યા બાદ ટનલ ખોદકામનો રસ્તો સાફ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એમએમઆરડીએએ બીપીટી પાસેથી જમીન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પ્રોજેક્ટ હસ્તગત કરનાર કંપનીને સોંપવામાં આવશે.

આ કોરિડોરનો ખર્ચ ૭,૭૬૫ કરોડ રૂપિયા છે. કુલ ૯.૨૩ કિલોમીટર લાંબા સિગ્નલ ફરી માર્ગમાં ૬.૨૩ કિલોમીટર લાંબી ટનલ માટે જાયન્ટ ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ટનલનો વ્યાસ ૧૧ મીટર હશે. આ ટનલ જમીનની સપાટીથી લગભગ ૧૫ થી ૨૦ મીટર નીચે હશે. ટનલ ખોદવાનું કામ જમીનની નીચેથી જ શરૂ થશે. સોફ્ટ લોન્ચિંગ દ્વારા ટીબીએમને જમીનની નીચે ઉતારવામાં આવે છે.

ટનલમાં બંને તરફ ૨-૨ લેન બનાવવામાં આવશે. કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ટનલમાં ૧-૧ લેનનો વધારાનો વૈકલ્પિક માર્ગ પણ હશે. ઈસ્ટર્ન ફ્રીવેને ટનલ સાથે જોડવા માટે, હાલના ફ્રી-વેની નજીક વાયડક્ટ અને ઓપન કટ રૂટ બનાવવામાં આવશે. પ્રોજેક્ટ પૂરો થવા પર, થાણે, કલ્યાણ, ભિવંડી, ચેમ્બુરની દિશામાંથી દક્ષિણ મુંબઈ અથવા ઉપનગરો તરફ જતા વાહનોને સિગ્નલ મુક્ત માર્ગ ઉપલબ્ધ થશે.

એમએમઆરડીએના જણાવ્યા અનુસાર એક વાર આ ટનલ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ દક્ષિણ મુંબઈનો ટ્રાફિક ડાયરેક્ટ ટ્રાન્સહાર્બર લિન્ક દ્વારા જોડવામાં આવશે. આનાથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની મુસાફરીનું અંતર નોંધપાત્ર રીતે ઘટશે. મુંબઈના આ મહત્ત્વના પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં શરૂ થવાની ધારણા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button