મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં મંત્રીએ સત્ર છોડ્યા પછી વિપક્ષે વાંધો ઉઠાવ્યો
મુંબઈ: વિપક્ષે સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વાંધો ઉઠાવ્યો હતો કારણ કે પ્રતિમાના અનાવરણમાં હાજરી આપવા માટે એક પ્રધાન સત્રમાંથી ગેરહાજર રહ્યા હતા.
એનસીપીના એમએલસી શશિકાંત શિંદેએ પ્રશ્ર્ન કાળ દરમિયાન તેમના મંત્રાલય અંગેના પ્રશ્ર્ન ઉઠાવ્યા બાદ રાજ્યના રમતગમત અને યુવા કલ્યાણ ખાતાના પ્રધાન સંજય બનસોડની ગેરહાજરી તરફ ધ્યાન દોર્યું હતું
ભાજપના નેતા અને રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે તેમણે બ્રીફિંગ લીધી હતી અને પ્રશ્ર્નનો જવાબ આપવામાં આવશે.
વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરેએ જણાવ્યું હતું કે બનસોડે મને જાણ કરી હતી અને તેમના વિધાનસભા ક્ષેત્રમાં એક પ્રતિમાના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે પરવાનગી મેળવી હતી. મેં તેમને ત્યાં જવાની પરવાનગી આપી હતી.
જો કે આ ખુલાસો વિપક્ષને સંતુષ્ટ કરી શક્યો ન હતો, એમએલસી કપિલ પાટીલે જણાવ્યું હતું કે પ્રધાને ગૃહની પવિત્રતાને ઓછી આંકવી જોઈએ નહીં.
જ્યારે ગૃહનું સત્ર ચાલુ હોય ત્યારે રાજ્યમાં અન્ય કોઈ કામને જરૂરી માનવામાં આવતું નથી. કાઉન્સિલની કામગીરી કરતાં પ્રતિમાનું ઉદ્ઘાટન કેવી રીતે વધુ મહત્ત્વનું હોઈ શકે? આવી પરવાનગી પ્રધાનને મળવી જોઈએ નહીં.
પાટીલને જવાબ આપતા ગોરેએ ખાતરી આપી કે તેમણે પ્રધાનને આ અંગે ચેતવણી આપી હતી.