આમચી મુંબઈમહારાષ્ટ્ર

સંસદસભ્યો છીનવાઈ જવાના ડરથી એનડીએ સરકારની સ્થિરતા પર વિપક્ષ સવાલ ઉઠાવે છે: કેન્દ્રીય પ્રધાન પ્રતાપરાવ જાધવ

મુંબઈ: કેન્દ્રની સરકારના પ્રધાન અને શિવસેનાના નેતા પ્રતાપરાવ જાધવે બુધવારે એવો દાવો કર્યો હતો કે વિપક્ષને પોતાના સંસદસભ્યો છોડીને જતા રહેશે એવો ડર લાગી રહ્યો હોવાથી તેઓ એનડીએની કેન્દ્ર સરકારની સ્થિરતા અંગે અફવાઓ ફેલાવી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે એનડીએ પાસે બહુમત માટે આવશ્યક 272 કરતાં 21 વિધાનસભ્યો વધારે છે. અપક્ષના સમર્થન સાથે કેન્દ્રની મોદી સરકારનો આંકડો 305 સુધી પહોંચી ગયો છે.

કેન્દ્રીય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા પછી પોતાની પહેલી મુંબઈ મુલાકાત વખતે સ્વ. બાળ ઠાકરેના સ્મારક ખાતે અંજલી આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે વિપક્ષ એવી અફવા ફેલાવી રહ્યો છે કે એનડીએની સરકાર તૂટી પડશે, કેમ કે તેમને એવો ડર છે કે તેમના સંસદસભ્યો તેમને છોડીને જતા રહેશે. તેઓ પોતાના સંસદભ્યોને એવો ડર દાખવી રહ્યા છે કે તેમણે ફરીથી ચૂંટણીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો : Modi 3.0: જાણો મહારાષ્ટ્રના પ્રધાનોને કયા ખાતા મળ્યા?

તેમણે એમ પણ કહ્યું હતું કે સાચી વાત એ છે કે શિવસેના (યુબીટી)ના બે-ત્રણ સંસદસભ્યો ચૂંટણીમાં થયેલી પીડા અને સિનિયરો તરફથી મળેલા અસહકારને કારણે નારાજ હોવાનું જાહેરમાં કહી ચૂક્યા છે. ખાનગીમાં તેઓ કબૂલ કરે છે કે તેમને ફક્ત ઉમેદવારી આપીને છોડી દેવામાં આવ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના સંસદસભ્ય નરેશ મ્હસ્કેએ કહ્યું હતું કે બે સંસદસભ્યો એકનાથ શિંદેના જૂથમાં જોડાવા માટે તૈયાર છે. (પીટીઆઈ)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker