આમચી મુંબઈ

Operation Tiger: રત્નાગિરિના ત્રણ ભૂતપૂર્વ વિધાનસભ્યો મહાયુતિમાં જોડાશે…

મુંબઈ: રત્નાગિરિ જિલ્લાના ત્રણ ભૂતપૂર્વ વિધાનસભ્યો મહાયુતિમાં જોડાશે એવી શક્યતા જોવાઈ રહી છે. જિલ્લાના ચિપલુણ સંગમેશ્ર્વર વિધાનસભા મતદારસંઘના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુભાષ બને અને લાંજા રાજાપુર વિધાનસભાના ભૂતપૂર્વ વિધાનસભ્ય ગણપત કદમ ટૂંક સમયમાં શિંદે સેનામાં પ્રવેશ કરશે અને લાંજા રાજાપુરના ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજન સાળવી ત્રીજી તારીખે ભાજપમાં પ્રવેશ કરવાના છે. આ ત્રણેય નેતાઓ શિવસેના (યુબીટી)ના છે.

Also read : મુંબઈમાં દરરોજ કચરા કરતા ક્ધસ્ટ્રકશન અને ડિમોલિશનનો કાટમાળ વધુ નીકળે છે

રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે ઓપરેશન ટાયગરની જાહેરાત કરી હતી અને હજી ગયા અઠવાડિયે જ શિવસેના (યુબીટી)ના રત્નાગિરિ તાલુકા પ્રમુખ બંડ્યા સાળવીએ શિંદે સેનામાં પ્રવેશ કર્યો હતો. હવે બીજા બે ભૂતપૂર્વ વિધાનસભ્યો તેમના કાર્યકર્તાઓ સાથે શિંદે સેનામાં પ્રવેશ કરવાના છે. જોકે પક્ષ પ્રવેશની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.

વર્તમાન સંસદસભ્ય નારાયણ રાણેના એક સમયના કટ્ટર સમર્થક રહેલા સુભાષ બને અને ગણપત કદમ 2005ની પેટાચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી લડીને વિજયી થયા હતા, પરંતુ 2009માં સંગમેશ્ર્વર વિધાનસભા મતદારસંઘ ફેરરચનામાં રદ થયો હતો અને કદમ ચૂંટણી હારી ગયા હતા. આ પછી બંને શિવસેના (યુબીટી)માં જોડાયા હતા. હવે તેઓ શિંદે સેનામાં જોડાશે.

Also read : ધનંજય મુંડે પર અજિત પવારનો નિર્ણય ફાઈનલ: ફડણવીસ…

બીજી તરફ લાંજા-રાજાપુરના ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજન સાળવી વારંવારની પોલીસ કાર્યવાહીથી કંટાળીને ભાજપમાં પ્રવેશ કરી રહ્યા હોવાનું કહેવાય છે. તેમના પક્ષપ્રવેશની વ્યવસ્થા વિધાનસભ્ય રવીન્દ્ર ચવ્હાણ દ્વારા કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button