ઓપરેશન લોટસ ભાજપ અને રાજ ઠાકરેનું `મનસે’ મિલન?
મનસે અધ્યક્ષે ભાજપ નેતાઓની મુલાકાત લેતા રાજકીય છાવણીઓ ધમધમી
મુંબઈ: રાજ્યસભાની ચૂંટણી માથે છે અને લોકસભાની ચૂંટણી પણ ટૂંક સમયે બારણે ટકોરા દેશે એવામાં દેશ અને ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓ ભાજપ અને તેના સાથી પક્ષોની મહાયુતિમાં એક પછી એક કરીને સામેલ થઇ રહ્યા છે ત્યારે હવે રાજ ઠાકરેનો મનસે(મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) પક્ષ પણ ભાજપ સાથે હાથ મિલાવી મહાયુતિમાં સામેલ થાય તેવી જોરદાર ચર્ચા ચાલી રહી છે.
મનસે સુપ્રીમો રાજ ઠાકરે અને મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર વચ્ચે સોમવારે બેઠક યોજાઇ હતી. એવામાં શરદ પવાર જૂથના જયંત પાટીલ પણ ભાજપમાં જોડાશે તેવી વાતો વહેતી થતા સોમવારનો દિવસ મહારાષ્ટ્રના રાજકારણ માટે ધમધમતો અને ચર્ચાસ્પદ રહ્યો હતો.
શેલાર રાજ ઠાકરેના નિવાસસ્થાન `શિવતીર્થ’ પહોંચ્યા હતા અને તેમની સાથે લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. જેને પગલે હવે મનસે પણ મહાયુતિમાં સામેલ થાય અથવા તો આગામી ચૂંટણીમાં મહાયુતિને ટેકો આપે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.
200 વિધાનસભ્યો, 300 સાંસદ છતાં અમારા લોકો જોઇએ છે: સુળે
જયંત પાટીલના ભાજપ પ્રવેશની ચર્ચાઓ શરૂ થતા શરદ પવારના પુત્રી તેમ જ સાંસદ સુપ્રીયા સુળેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમની પાસે 200 વિધાનસભ્યો છે, 300 સાંસદ છે, છતાં તેમને અમારા લોકો જોઇએ છે. તેનો અર્થ અમારામાં કંઇક તો પ્રતિભા ચોક્કસ છે. આટલી તાકાત હોવા છતાં તેમને અમારા લોકોની જરૂર છે એટલે અમારામાં પણ તાકાત છે છે ખરી એ વાત સ્પષ્ટ થઇ છે.
આ પહેલા પણ મનસે અને ભાજપનો મેળ થતા થતા રહી ગયો હતો
આ પૂર્વે પણ ભાજપ અને શિવસેના વચ્ચે જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા તૂતૂ-મૈં મેં ચાલતી હતી અને બંને પક્ષ અકલે હાથે ચૂંટણી લડ્યા હતા ત્યારે પણ ભાજપ શિવસેનાને બદલે મનસે સાથે જોડાણ કરશે એવી અનેક વખત ચર્ચા થઇ ચૂકી છે. 2014 અને 2019ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ પ્રકારના દાવાઓ થઇ ચૂક્યા હતા. જોકે, અંતે આ બધા જ દાવાઓ પોકળ સાબિત થયા હતા.
રાજ દિલ્હીમાં ભાજપ હાઇ-કમાન્ડને મળે એવી શક્યતા
રાજ ઠાકરે અને આશિષ શેલાર વચ્ચે એક કલાક સુધી ક્યા વિષય ઉપર ચર્ચા થઇ તેના માત્ર ક્યાસ લગાવાઇ રહ્યા છે. હજી સુધી કોઇપણ પક્ષે જોડાણ માટેના તર્ક-વિતર્ક અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું નથી. જોકે, રાજ ઠાકરે દિલ્હી જાય અને ભાજપ હાઇ-કમાન્ડ સાથે વાતચીત કરશે, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
શરદ પવાર પણ પોતાનો વજીર' ગુમાવશે? રાજ ઠાકરે અને શેલારની મુલાકાત ટાણે જ શરદ પવાર જૂથની એનસીપીના દિગ્ગજ નેતા અને પવારના અત્યંત વિશ્વાસુ મનાતા પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ પણ ભાજપમાં સામેલ થશે તેવી વાતોનો વંટોળ જાગ્યો હતો. એટલે કે કૉંગ્રેસે અશોક ચવ્હાણના રૂપમાં પોતાનો વજીર ગુમાવ્યો ત્યારબાદ પવાર પણ જયંત પાટીલના રૂપમાં પોતાનો વજીર ગુમાવશે કે શું તેવા પ્રશ્નો પૂછાઇ રહ્યા હતા. જ્યાર બાદ જયંત પાટીલે પોતે સામે આવીને ભાજપમાં સામેલ ન થઇ રહ્યા હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી. જોકે છતાં, મહારાષ્ટ્રના પ્રધાન દીપક કેસરકરે જયંત પાટીલ ભાજપના સંપર્કમાં હોઇ પક્ષમાં જોડાઇ શકે એવું નિવેદન આપતા વિવાદ આસાનીથી શમ્યો નહોતો. ઉ વડેટ્ટીવારનો પણ વારો?: બાવનકુળેનો ઇશારો
ક્યારે કંઇપણ થઇ શકે’
જયંત પાટીલ ઉપરાંત વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર પણ મહાવિકાસ આઘાડી ત્યાગે તેવી શક્યતા હોવાના અહેવાલો પણ ફરતા થયા હતા. આ વિશે પ્રશ્ન પૂછાતા ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી વિકાસની ગેરેન્ટી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં યોગદાન આપવા માટે અનેક લોકો અમારી સાથે જોડાવા માગે છે. ક્યારે પણ કંઇપણ થઇ શકે. ઉ