ગોખલે પુલ પર માત્ર હળવા વાહનોને મંજૂરી?
આવતા મહિને ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડનારો મહત્ત્વનો પુલ ગણાતા ગોખલે પુલનું પહેલા તબક્કાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આવતા મહિનાની અંતમાં એક લેન ખુલ્લી મૂકવામાં આવવાની છે ત્યારે પહેલા તબક્કામાં ફકત હળવા વાહનોને જ મંજૂરી આપવામાં આવવાની છે.
પૂર્વ-પશ્ચિમને જોડનારો ગોપાલકૃષ્ણ ગોખલે પુલની એક લેન ફેબ્રુઆરી અંતમાં ખુલ્લી મૂકવામાં આવશે એવી જાહેરાત પાલિકા પ્રશાસન કરી ચૂકી છે ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પહેલા તબક્કાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. પરંતુ બીજા તબક્કાના કામના ભાગરૂપે હાથ ધરવામાં આવનારા ગર્ડર લોન્ચિંગના કામને ધ્યાનમાં રાખીને કેટલાક નિયંત્રણો રાખવા પડવાના છે.
જ્યારે બીજા તબક્કામાં ગર્ડર લોન્ચ કરવામાં આવશે ત્યારે બ્રિજનો અમુક હિસ્સો જે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે, તેને એ દરમિયાન બંધ કરવો પડશે. ગોખલે પુલના બીજા તબક્કામાં ગર્ડર લોન્ચિંગનું કામ એપ્રિલ 2024માં કરવાની પાલિકાએ યોજના બનાવી હોવાનું માનવામાં આવે છે.
નવેમ્બર, 202માં વાહનવ્યહાર માટે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવેએ ડિસેમ્બર, 2022માં બ્રિજને તોડી પાડવાનું કામ હાથ ધર્યું હતું જેને ચાર મહિનાનો સમય લાગ્યો હતો. માર્ચ, 2023ના છેલ્લા અઠવાડિયામાં ગોખલે પુલનું ડિમોલીશન કર્યા બાદ આખરે પાલિકાના નિમેલા કૉન્ટે્રક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું. ઉ