‘આપલી ચિક્ત્સિા’ને જ સારવારની જરૂર
ઘણા દર્દીઓને બ્લડ રિપોર્ટ માટે ચાર-ચાર દિવસ રાહ જોવી પડે છે
મુંબઈ: દર્દીઓ પાલિકાની ટેસ્ટિંગ સ્કીમ ‘આપલી ચિક્ત્સિા’ પર આધાર રાખશે, તો તેમણે રિપોર્ટ માટે એકથી ચાર દિવસ રાહ જોવી પડશે. નિયમ મુજબ ટેસ્ટ રિપોર્ટ ૨૪ કલાકમાં ડૉક્ટર પાસે પહોંચવો જોઈએ, પરંતુ ચાર થી પાંચ દિવસ થવા છતાં કેટલાક દર્દીઓના રિપોર્ટ નથી મળી રહ્યા. આવા સંજોગોમાં સવાલ એ ઊભો થાય છે કે ડૉક્ટરો કયા આધારે દર્દીઓની સારવાર કરી રહ્યા છે? પાલિકાએ ૨૦૧૯માં તેની દવાખાનાઓ, પ્રસૂતિ ગૃહો અને હૉસ્પિટલોમાં ‘આપલી ચિકિત્સા’ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સસ્તા ભાવે પરીક્ષણો કરવામાં આવે છે. આ સ્કીમની શરૂઆતમાં ૧૪૭ પ્રકારના ટેસ્ટ માટે દર્દી પાસેથી ૫૦ રૂપિયા લેવામાં આવતા હતા, હવે તેને ફ્રી કરવામાં આવ્યા છે. ૧૩૭ પરીક્ષણોમાં ઘણા અદ્યતન પરીક્ષણોનો પણ સમાવેશ થાય છે. શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ સાતમી માર્ચથી બધા ટેસ્ટિંગમાં અને રિપોર્ટમાં મોડા થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ વર્ષે ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સને ‘આપલી ચિકિત્સા’ માટે ટેન્ડર મળ્યું હતું. ટેન્ડર મળ્યા પછી માર્ચમાં જ પાલિકાએ સમયસર રિપોર્ટ સબમિટ ન કરવાને કારણે ટેસ્િંટગ પ્રક્રિયા હોલ્ડ પર રાખી દીધી હતી. આના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
કારણ બતાવો નોટિસ ફટકારી
રિપોર્ટ મળવામાં વિલંબને કારણે કોન્ટ્રાક્ટરને પાલિકાએ કારણ બતાવો નોટિસ ફટકારી હતી. ડાયગ્નોસ્ટિક્સે સ્ટાફની અછત દર્શાવીને બચાવ કર્યો હતો. કંપનીએ પાલિકાએ સ્ટાફની અછતની દૂર કરી, પરંતુ ફરીથી રિપોર્ટ મળવામાં વિલંબ થઇ રહ્યો હોવાની ફરિયાદો મળી રહી છે. દહિસર સ્થિત આપલા દવાખાનામાં ચાર દિવસની રાહ બાદ પણ દર્દીનો રિપોર્ટ આવ્યો નથી.
સત્તર વર્ષીય યુવકે જણાવ્યું કે તે પાંચ સપ્ટેમ્બરે દવાખાને ગયો હતો, તેને તાવ, ઉધરસ અને ઠંડીની ફરિયાદ હતી.
રિપોર્ટ વગર સારવાર શરૂ કરી
એક દર્દીએ જણાવ્યું કે ડૉક્ટરોએ તેને દવાઓ આપી અને ફોલો-અપ માટે બોલાવ્યા, પરંતુ રિપોર્ટ ન આવવાને કારણે બીમારીનું કારણ જાણી શકાયું નથી. નામ જાહેર ન કરવાની શરતે શહેરમાં સ્થિત ‘આપલા દવાખાના’ના એક ડૉક્ટરે જણાવ્યું કે રિપોર્ટ્સ આવવામાં બે થી ત્રણ દિવસનો સમય લાગી રહ્યો છે. દર્દીઓ અમને પૂછે છે કે રિપોર્ટ ક્યારે આવશે? હવે શું જવાબ આપવો? લેબને ૨૪ કલાકમાં રિપોર્ટ મોકલવો જોઈએ, પરંતુ હજુ પણ ઘણા રિપોર્ટ સમયસર આવતા નથી.