374 સમુદાયો વચ્ચે ફક્ત 17 ટકા અનામત: ભુજબળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને સિનિયર ઓબીસી નેતા છગન ભુજબળે સોમવારે કહ્યું હતું કે રાજ્યમાં 374 સમુદાયો માટે માત્ર 17 ટકા અનામત ઉપલબ્ધ છે અને તેથી મરાઠાઓને અન્ય પછાત વર્ગોના ક્વોટામાં સમાવિષ્ટ ન કરવા જોઈએ.
ઓબીસી સમાજ માટે 27 ટકા અનામતમાંથી 6 ટકા વિચરતી જાતિઓ માટે, બે ટકા ગોવારી સમુદાય માટે અને અન્ય નાના ભાગો વિવિધ જૂથો માટે અનામત રાખવામાં આવ્યા છે. ફક્ત 17 ટકા બાકી છે, અને એ પણ 374 સમુદાયોમાં વહેંચાયેલી છે,‘ એમ ભુજબળે કહ્યું હતું.
‘મરાઠાઓને ઓબીસીમાં સમાવવા જોઈએ નહીં, હું હાથ જોડીને વિનંતી કરું છું,’ એમ તેમણે કહ્યું હતું.
‘જો મરાઠાઓને ઘઇઈ ક્વોટા બદલ્યા વિના અનામત મળે તો અમને કોઈ વાંધો નથી,’ એમ પણ તેમણે કહ્યું હતું.
જે દસ્તાવેજી પુરાવા અને ઐતિહાસિક ગેઝેટિયર્સ દ્વારા મરાઠાઓને કુણબી તરીકે માન્યતા આપવાની માગણી જેને પગલે, તેમને ઓબીસી વર્ગમાં સમાવિષ્ટ કરી શકાય.
તેમણે દલીલ કરી છે કે આ પ્રકારનું પુન:વર્ગીકરણ ન તો કાયદેસર રીતે યોગ્ય છે કે ન તો સામાજિક રીતે વાજબી છે.
આ પણ વાંચો…જરાંગેનું આંદોલન શાંતિપૂર્ણ નથી, 2nd september બપોર સુધીમાં મુંબઈના બધા રસ્તા ખાલી કરાવો: હાઈ કોર્ટ