આમચી મુંબઈ

ઈલેક્શનમાં કાંદા-લસણ રડાવશેઃ રાજકીય પક્ષો ટેન્શનમાં

નવી મુંબઈ: વિધાનસભાની ચૂંટણીની ગરમાગરમીમાં મોંઘવારીને કારણે વાતાવરણ વધુ તપવા લાગ્યું છે. છૂટક બજારમાં કાંદા ૮૦ રૂપિયા કિલો તથા લસણ ૫૦૦ રૂપિયાના દરથી વેચાઇ રહ્યા છે. ચૂંટણીના સમયે જ થયેલા આ ભાવ વધારાને કારણે તમામ પક્ષના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે.

પાછોતરા વરસાદનો ફટકો કાંદાના ઉત્પાદન પર પડ્યો છે અને આવક ઓછી થવાને કારણે ભાવમાં વધારો થયો છે. નવી મુંબઈ એપીએમસી બજારમાં ગુરુવારે કાંદાની ૮૩૩ ટન આવક થઇ હતી.

બજાર સમિતિમાં એક અઠવાડિયા પૂર્વે કાંદા ૧૮થી ૪૮ રૂપિયા કિલોએ વેચાઇ રહ્યા હતા. હવે આ દર ૩૫થી ૬૨ રૂપિયા પર પહોંચ્યા છે. રિટેલ બજારમાં કાંદા ૭૫થી ૮૦ રૂપિયા કિલોએ વેચાઇ રહ્યા છે. હજી બે અઠવાડિયા સુધી કાંદાના ભાવ વધુ જ રહેશે, એવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :Election: કોંગ્રેસને નવી મુંબઈમાંથી ફટકો, પૂર્વ ડેપ્યુટી મેયર ભાજપમાં જોડાયા

બીજી તરફ એક વર્ષથી લસણના દરમાં પણ તેજી જોવા મળી રહી છે. બુધવારે એપીએમસી બજારમાં લસણ ૨૨૦થી ૩૨૦ રૂપિયા કિલોના દરે વેચાઇ રહ્યા હતા. છૂટક બજારમાં લસણ ૫૦૦ રૂપિયા કિલોના દરે વેચાઇ રહ્યા છે. નવા વર્ષે નવો પાક બજારમાં નહીં આવે ત્યાં સુધી લસણના દરમાં કોઇ ઘટાડો થશે નહીં, એમ વેપારીઓનું કહેવું છે.

લીલા વટાણાના ભાવ પણ ૨૫૦ રૂપિયાને પાર
લીલા વટાણાની પણ માર્કેટમાં આવક ઓછી થઇ રહી છે. એપીએમસી માર્કેટમાં વટાણા ૧૬૦થી ૨૦૦ રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે. રિટેલ બજારમાં આ દર ૨૫૦ રૂપિયા કિલોએ પહોંચ્યા છે. રિટેલ બજારમાં મેથીની એક જુડી પણ ૩૦ રૂપિયામાં વેચાઇ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker