રાહુલ નાર્વેકરના માણસો હોવાનું કહીને ‘ખંડણી’ વસૂલનારા બેમાંથી એકની ધરપકડ
મુંબઈ: પોલીસે શુક્રવારે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને લોકો પાસેથી વસૂલી કરવાનો પ્રયાસ કરવા અને જો તેઓ તેમની માગણીઓ પૂરી નહીં કરે તો તેમને ભયંકર પરિણામોની ધમકી આપવા બદલ બે વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. છેતરપિંડી કરનારાઓમાંના એક, દાદર પૂર્વના રહેવાસી જયેશ જાધવની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય ગુનેગાર મનાતા તેના સાથીદારની શોધ ચાલુ છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બંને આરોપી નંદિતા બેદીની ઑફિસે ગયા, જે ચર્ચગેટમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ચલાવે છે અને ૫ ફેબ્રુઆરીએ ધારાસભ્યોની દક્ષિણ આફ્રિકાની યાત્રા ગોઠવી રહ્યા હતા. બેદીને તેના ઓફિસ સ્ટાફ શ્રેયસનો ફોન આવ્યો, જેણે તેને કહ્યું કે બે માણસો તેની પાસે આવ્યા છે અને નાર્વેકરના માણસો હોવાનું કહીને પૈસાની માગણી કરે છે. તેમાંથી એકે શ્રેયસને તેનો ફોન આપ્યો, અને દાવો કર્યો કે નાર્વેકર ફોન ઉપર છે, અને બીજા છેડેની વ્યક્તિએ તેને કહ્યું કે બંનેએ તેના માટે કામ કર્યું છે અને તેને પૈસા ચૂકવવા કહ્યું. સંયોગવાશાત એ સમયે બેદી સ્વયં નાર્વેકરની ઓફિસમાં હાજર હતા. તેની જાણ થતાં જ પેલી વ્યક્તિ ધમકી આપીને ત્યાંથી ચાલ્યો ગયો. બેદીએ ઘટનાની જાણ સ્પીકરને કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારબાદ પોલીસે રાહુલ નાર્વેકરના અંગત મદદનીશ શિવાંશ સિંહની ફરિયાદના આધારે કેસ નોંધ્યો અને આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૪ (સામાન્ય હેતુ), ૩૮૫ (ખંડણી) અને ૪૧૭ (અન્યના નામે પ્રસ્તુત થવું) હેઠળ ગુનો નોંધ્યો હતો.ઉ