આમચી મુંબઈ
વડાલામાં સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગમાં એક જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડાલામાં ગુરુવારે બપોરે સિલિન્ડ બ્લાસ્ટ થવાને કારણે લાગેલી આગમાં પંચાવન વર્ષની વ્યક્તિ દાઝી જતા તેને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ વડાલા (પૂર્વ)માં સોલ્ટ પેન રોડ પર દીનબંધુ નગરમાં એક ચાલીમાં રહેલા ઘરમાં બપોરના સવા બે વાગ્યાની આસપાસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેને કારણે તે સમયે ઘરમાં હાજર રહેલા પંચાવન વર્ષના હરીશચંદ્ર ત્રિપાઠી ૨૫થી ૩૦ ટકા જેટલું દાઝી ગયા હતા. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કલાકની અંદર આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. દાઝી જનારી વ્યક્તિને તુરંત સાયન હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.