આમચી મુંબઈમહારાષ્ટ્ર
પુણેમાં પાવર ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં એકનું મોત, સાત ઘાયલ

પુણે: પુણે જિલ્લાના સોલુ ગામમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે સાત જણને ઇજા પહોંચી હતી.
સોલુ ગામ નજીક ગુરુવારે આ બનાવ બન્યો હતો, જેની જાણ થતાં પોલીસ સ્ટાફ તથા અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ધડાકામાં ઘવાયેલા લોકોને સારવાર માટે પુણેની સસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પિંપરી-ચિંચવડના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ આપેલા પ્રાથમિક માહિતી મુજબ ગામમાં મેટલ યુનિટ નજીક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયો હતો. અમે ચકાસી રહ્યા છીએ કે ખરેખર શું બન્યું હતું. જોકે આ ઘટનામાં આઠ લોકો દાઝી ગયા હતા અને તેમાંથી એકનું બાદમાં મોત થયું હતું. (પીટીઆઇ)