‘શાસન આપલ્યા દારી’ યોજનાના દોઢ કરોડ લાભાર્થી: મુખ્ય પ્રધાન
મુંબઈ: સરકારી યોજનાનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચે એ આશય સાથે શરૂ કરવામાં આવેલા ‘શાસન આપલ્યા દારી’ (સરકાર તમારા આંગણે) કાર્યક્રમના અમલથી દોઢ કરોડ જનતાને લાભ થયો હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્યું હતું. આ વર્ષના મે મહિનામાં સરકારી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ‘નમો ૧૧ મુદ્દાના કાર્યક્રમ’ને મુંબઈના પરા વિસ્તારમાં વર્ચ્યુઅલી શરૂ કરતી વખતે મુખ્ય પ્રધાન શિંદેએ સરકારની કલ્યાણકારી યોજનાઓ સમાજના દરેક સ્તર સુધી પહોંચે એની દરકાર રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કલ્યાણકારી યોજનાઓ સર્વ લોકો સુધી પહોંચે એની તકેદારી અમે રાખી રહ્યા છીએ. ‘સરકાર આપલ્યા દારી’ યોજનાનો લાભ દોઢ કરોડ જનતાને મળ્યો છે. મુંબઈમાં શરૂ કરવામાં આવેલો ઉપક્રમ સમગ્ર રાજ્યમાં પણ અમલમાં મૂકવો જોઈએ.’ (પીટીઆઈ)