૨૬/૧૧ની વરસીએ મુંબઈમાં આતંકવાદી ઘૂસ્યાની ધમકી આપનારો પકડાયો
મુંબઈ: ૨૬/૧૧ના આતંકવાદી હુમલાની વરસી પર મુંબઈ પોલીસને કૉલ કરીને શહેરમાં બેથી ત્રણ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો દાવો કરનારા ૩૧ વર્ષના શખસે ઝડપી પાડવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.આરોપીની ઓળખ કિશોર લક્ષ્મણ નનાવરે તરીકે થઇ હોઇ તે માનખુર્દના એકતાનગર વિસ્તારનો રહેવાસી છે. તેણે દારૂના નશામાં કૉલ કર્યો હોવાનું પોલીસને લાગી રહ્યું છે.ૉ
પોલીસ ક્ધટ્રોલ રૂમને રવિવારે સવારે ૧૦ વાગ્યે અજાણ્યા શખસે કૉલ કરીને માહિતી આપી હતી કે માનખુર્દના એકતાનગરમાં બેથી ત્રણ આતંકવાદીઓ આવ્યા હતા અને તેમની ભાષા મને સમજાઇ નહીં. તેમનુું કોઇ પ્લાનિંગ ચાલી રહ્યું છે. તેમની પાસે બેગ છે અને તેમણે મને બાથરૂમ જવા માટેના રસ્તા વિશે પૂછ્યું હતું.
ક્ધટ્રોલ રૂમને આવેલા કૉલને ગંભીરતાથી લઇ માનખુર્દ, શિવાજીનગર અને ટ્રોમ્બે પોલીસની ટીમ દ્વારા એકતાનગર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે ત્યાં કોઇ પણ શંકાસ્પદો મળી ન આવતાં આતંકવાદી ઘૂસ્યાની વાત ખોટી નીકળી હતી. ઉ