આમચી મુંબઈ

OMG: આવતીકાલથી માયાવીનગરીમાંથી આ બસ ગાયબ થશે!

મુંબઈઃ બસ, હવે એક જ દિવસ બાકી રહ્યો છે, જેમાં મુંબઈના રસ્તાઓ ગાયબ થઈ જશે ડબલડેકર બસ. દેશના આર્થિક પાટનગર મુંબઈની ઓળખ બની ચૂકેલી ડબલડેકર બસને અંગ્રેજોના જમાનામાંથી લાવવામાં આવ્યા હતા. હવે ડીઝલથી ચાલનારી ડબલ ડેકર બસને સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસ ચલાવવાનું કામકાજ બેસ્ટ પ્રશાસનના શિરે છે.

આવતીકાલથી ડીઝલથી દોડાવવામાં આવનારી ડબલ ડેકર બસને પૂરી રીતે બંધ કરવામાં આવશે. આ મુદ્દે બેસ્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે મુંબઈમાં ડબલ ડેકર બસ હવે સંખ્યા સાત છે, જેમાં ત્રણ ઓપન ડેક બસ છે. પંદરમી સપ્ટેમ્બર એટલે આવતીકાલથી ડબલ ડેકર અને પાંચ ઓક્ટોબરથી ઓપન ડેક બસ રસ્તા પરથી હટી જશે.


આ બસ ડીઝલ પર દોડાવાય છે, જ્યારે તેની લાઈફ પણ પંદર વર્ષની હોય છે. આ બસની પણ પંદર વર્ષથી વધુ સમયથી દોડાવાય છે. વાસ્તવમાં આ બસ 1936માં અંગ્રેજોએ મુંબઈમાં સૌથી પહેલા ડબલ ડેકર બસ લાવ્યા હતા, ત્યારે એ વખતે આ બસ ડીઝલ પર દોડાવાતી હતી, જ્યારે ટ્રાન્સપોર્ટેશન માટે મહત્ત્વનું માધ્યમ હતું.


આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે બેસ્ટના કાફલામાં એક વખતે 900 ડબલ ડેકર બસ હતી, પરંતુ હવે તેની સંખ્યામાં ઘાટડો થયો છે. ડબલ ડેક્કર બસના મરમ્મત અને તેને ચલાવવાના ખર્ચા વધારે આવે છે, તેથી 2008થી નવી બસને લાવવાનું બંધ કર્યું હતું. હવે ડબલ ડેકર બસના બદલે ઈલેક્ટ્રિક બસ દોડાવાશે. આ બસ પણ ડબલ ડેકર હશે અને તેનો રંગ રેડ એન્ડ બ્લેક હશે, જ્યારે જૂની ડબલ ડેકર બસ લાલ રંગની છે.


આ વર્ષે ફેબ્રુઆરીથી મુંબઈના રસ્તાઓ પર ડબલ ડેકર બસ દોડાવવાનું ચાલુ કર્યું છે. અત્યાર સુધીમાં 25 બસ આવી છે, જ્યારે ઈલેક્ટ્રિક બસની કિંમત બે કરોડ રુપિયાની છે, જ્યારે ડીઝલથી ચાલતી ડબલ ડેકર બસની કિંમત 30થી 35 લાખ રુપિયાનો ખર્ચ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button