આમચી મુંબઈ

ગુજરાતના નેતાઓએ અજિત પવાર પર દબાણ કર્યુ….. રોહિત પવારની પોસ્ટ વાયરલ

રાજ્યના નાયબ વડા પ્રધાન અજિત પવારની ‘મારી ભૂલ થઇ ગઇ’ એવી કબુલાત બાદ રોહિત પવારની પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં એમણે લાગણીશીલ રીતે જણાવ્યું છે કે તેમને ખાતરી જ હતી કે સુપ્રિયા સામે સુનેત્રાકાકીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય અજિત પવારનો ન હતો.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારે તાજેતરમાં સ્વીકાર્યું હતું કે લોકસભા ચૂંટણીમાં તેમની બહેન સુપ્રિયા સુળે સામે બારામતી લોકસભા મતવિસ્તારમાંથી તેમની પત્નીને ઉમેદવાર બનાવવાનો નિર્ણય ખોટો હતો. અજિત પવારે ગઈ કાલે વિસ્ફોટક કબૂલાત આપી હતી કે ઘરની અંદર, પરિવારમાં રાજકારણ ના કરવું જોઇએ, પણ તેમનાથી ભૂલ થઈ ગઈ. ‘લોકસભાની ચૂંટણીમાં મારે મારી પત્ની સુનેત્રાને મારી બહેન સામે ઉભી કરવી જોઈતી નહોતી, પણ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડે લીધો અને એવું થઇ ગયું. એકવાર તીર છૂટી જાય પછી આપણે કરી શકતા નથી, પરંતુ આજે મારું હૃદય મને કહે છે કે એવું ન થવું જોઈતું હતું,’ એમ તેમણે જણાવ્યું હતું.

અજિત પવારના આ નિવેદન બાદ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુળેએ તો મૌન સૈવ્યું છે, પણ રોહિત પવારે તેમના મનની વાત જણાવી છે. રોહિત પવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે સુપ્રિયા સુળે સામે સુપ્રિયા બારામતી લોકસભાથી સુનેત્રા પવારને મેદાનમાં ઉતારવા માટે ગુજરાતના નેતાઓનું દબાણ હતું.

રોહિત પવારે વધુમાં જણાવ્યું હતું કે દબાણને વશ થવું એ અજિત પવારની અંગત બાબત હોવા છતાં તેમણે સ્વાભિમાન, વિચારધારા અને સાહેબ (શરદ પવાર)ને છોડીને ભાજપનું આધિપત્ય સ્વીકાર્યું અને આમ એક સક્ષમ નેતા બલિનો બકરો બન્યા એ અંગે તેમને ઘણુ દુઃખ થયું છે, પણ જે લોકો આવું ષડયંત્ર કરી રહ્યા છે અને મહારાષ્ટ્રને બરબાદ કરી રહ્યા છે એ લોકોને મહારાષ્ટ્રની જનતા એક દિવસ રાજકીય મંચ પરથી જ હટાવી દેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button