આમચી મુંબઈ

કોઈ પણ સમયે ફાયર સિસ્ટમ તપાસવા સોસાયટીઓમાં પહોંચશે અધિકારીઓ

ફાયરબ્રિગેડનો ઍક્શન પ્લાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની બહુમાળીય ઈમારતોમાં લાગતી આગને રોકવા માટે મુંબઈ ફાયરબ્રિગેડ ઍક્શન પ્લાન અમલમાં મૂકવાની છે, જે હેઠળ આગામી દિવસમાં બહુમાળીય ઈમારતોની ઓચિંતી મુલાકાત લઈને ફાયર સૅફટી સિસ્ટમ કામ કરે છે કે નહીં તે તપાસવાની છે.

મુંબઈમાં છેલ્લા થોડા દિવસમાં બહુમાળીય ઈમારતોમાં આગ લાગવાનું પ્રમાણ વધી ગયું છે. જેમાં મોટાભાગની ઈમારતોમાં ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાઈ આવ્યું છે. હજી ગયા શનિવારે જ ગિરગામમાં ગ્રાઉન્ડ પ્લસ 14 માળની ઈમારતમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું હતું. મુંબઈની અનેક બિલ્ડિંગોમાં આવી જ હાલત છે. તેથી મુંબઈ ફાયરબ્રિગેડે હવે મુંબઈની બહુમાળીય ઈમારતોમાં ઓચિંતી મુલાકાત લઈને ફાયર સૅફટી સિસ્ટમ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં તે તપાસવાનો નિર્ણય લીધો છે.

આગામી દિવસમાં ફાયરબિગ્રેડ તેની આ ઓચિંતી મુલાકાતનો સિલસિલો ચાલુ કરશે અને જ્યાં ફાયર સેફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

બિલ્ડિંગમાં ફાયર સૅફટી સિસ્ટમ કામ કરે છે કે નહીં તેની જવાબદારી દરેક હાઉસિંગ સોસાયટીની છે. દર છ મહિને સંબંધિત ઈમારતોના રહેવાસી અને તેના પદાધિકારીઓ માટે ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. જોકે મોટાભાગના કિસ્સામાં જયારે ઈમારતમાં આગ લાગે છે તે સમયે જ ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું છે. તેથી ફાયરબ્રિગેડે બહુમાળીય ઈમારતોમાં ઓચિંતી મુલાકાત લઈને તપાસ કરવાનું નક્કી કર્યું છે. ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ બહુમાળીય ઈમારત, કમર્શિયલ ઈમારત જેવા સ્થળો પર ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરે છે કે નહીં તેની તપાસ ઓચિંતી મુલાકાત લઈને કરવામાં આવશે. મહિનામાં એક વખત આવી સરપાઈઝ વિઝિટ કરવામાં આવશેે.

નોંધનીય છે કે ફાયર ફાઇટિંગ સિસ્ટમ બંધ હોય તો સંબંધિતોને નોટિસ ફટકારવા સમયે 120 દિવસની મુદત આપવામાં આવે છે. જો 120 દિવસમાં ફાયર સૅફટી સિસ્ટમ ચાલુ કરવામાં આવે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરીને વીજળી અને પાણીનું જોડાણ કાપી નાખવામાં આવે છે.

અંધેરી એટીએમમાં આગ

અંધેરી (પૂર્વ)માં જે.બી.નગર, અંધેરી-કુર્લા રોડ પર મરોલ પાઈપલાઈન નજીક મુકુંદ હૉસ્પિટલની બાજુમાં આવેલા સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના એટીએમ મશીનમાં સોમવારે બપોરના સવા એક વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. દસેક મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે