આમચી મુંબઈ

ઑક્ટોબર અકળાવશે

ચોમાસાની સત્તાવાર વિદાય પહેલા અસહ્ય બફારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ચોમાસાની હજી સુધી સત્તાવાર વિદાય થવાને સમય છે, એ પહેલા જ જોકે મુંબઈગરા ઑક્ટોબર હીટનો અનુભવ કરી રહ્યા છે. એક તરફ મુંબઈમાં તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યના કોંકણ સહિતના અમુક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.

ચોમાસાની વિદાય નજીક છે. મુંબઈમાં સામાન્ય રીતે આઠથી નવ ઑક્ટોબરની વચ્ચે ચોમાસું વિદાય લેતું હોય છે અને તેને હજી અઠવાડિયાની વાર છે. એ પહેલાં જ જોકે મુંબઈમાં ગરમી અને ઉકળાટ થઈ રહ્યો છે. થોડા સમય માટે હળવો પડીને વરસાદ ગાયબ થઈ ગયા બાદ આખો દિવસ થઈ રહેલી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન થઈ ગયા છે. નિષ્ણાતોના કહેવા મુજબ ઑકટોબરમાં આગામી દિવસમાં તાપમાનનો પારો 35 ડિગ્રીની આસપાસ પહોંચશે અને ગરમીનું પ્રમાણ વધશે.

રાજસ્થાનમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. મુંબઈમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે, તે મુજબ રોજ બપોર બાદ વાદળાના ગડગડાટ સાથે થમી-થમીને વરસાદ પડી રહ્યો છે. તો એ સાથે જ ઑક્ટોબર ચાલુ થવાની સાથે જ ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી ગયું છે. અઠવાડિયા પહેલા સુધી મુંબઈનું મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેતું હતું તે હવે 33 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે.

હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ મુંબઈમાં ચોમાસાની વિદાયને હજી થોડો સમય છે. હજી થોડા દિવસ વરસાદના હળવા ઝાપટાં પડશે. પરંતુ તેને કારણે તાપમાનમાં કોઈ રાહત મળવાની નથી. તાપમાનનો પારો 34 ડિગ્રીથી 35 ડિગ્રી સુધી જઈ શકે છે.

મુંબઈમાં ઑક્ટોબર હીટનો અનુભવ થઈ રહ્યો છે. તો રાજ્યના અનેક જિલ્લામાં હાલ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ગયા શુક્રવારથી વરસાદનું જોર વધી ગયું છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તેથી કોંકણ કિનારપટ્ટી પર રત્નાગિરી અને સિંધુદુર્ગમાં આગામી દિવસમાં પણ મુશળધાળ વરસાદની શક્યતા છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button