આમચી મુંબઈ

ઓબીસી રસ્તા પર ઉતરશે: આજથી ઔરંગાબાદમાં અન્નત્યાગ આંદોલન

મુંબઈ: રાજ્યમાં એક તરફ મરાઠા આરક્ષણનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે બીજી તરફ ઓબીસી સમાજ હવે રસ્તા પર ઉતરવાનો છે. ઓબીસીમાંથી મરાઠા સમાજને આરક્ષણ આપવાનો વિરોધ થઈ રહ્યો છે. ઓબીસી સમન્વય સમિતિએ આને માટે ઔરંગાબાદમાં અન્નત્યાગ આંદોલન બુધવારથી ચાલુ થઈ રહ્યું છે. સવારે 10 વાગ્યે ક્રાંતિ ચોકમાં આંદોલન કરવામાં આવશે.

ઓબીસી સમન્વય સમિતિના માધ્યમથી ભૂતપૂર્વ વિધાનસભ્ય નારાયણરાવ મુંડેની અધ્યક્ષતા હેઠળ ઓબીસી અને ભટકતી તેમ જ મુક્ત જાતી-જમાતની સમન્વય સમિતિના પદાધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અન્ન ત્યાગ આંદોલનમાં સહભાગી થવા માટે ઓબીસી સમાજને અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે મરાઠા સમાજને આરક્ષણ આપવામાં આવશે, પરંતુ અન્ય કોઈપણ સમાજનું આરક્ષણ ઘટાડ્યા વગર આ આરક્ષણ આપવામાં આવશે. બે સમાજ વચ્ચે વિવાદ થાય એવો કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. આથી ઓબીસી સમાજે આંદોલન કરવાની આવશ્યકતા નથી. કેમ કે તેમના આરક્ષણને કોઈ નુકસાન થવાનું નથી, એમ પણ શિંદેએ કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત