આમચી મુંબઈમહારાષ્ટ્ર

પ્રદૂષણ ઘટાડવા હવે આ યોજના બનશે હથિયાર, સરકારના આ વિભાગને મોકલ્યો પ્રસ્તાવ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઈ-વાહનો (ઇલેક્ટ્રીક વાહનો)ના વેચાણમાં મોટો ઘટાડો જોવાં મળ્યો છે અને પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો કરતાં ઈ-વાહનોથી પ્રદૂષણ ઓછું કરે છે, તેથી ઈ-વાહનોની કિંમતમાં મળતી વિશેષ રાહત (ડિસ્કાઉન્ટ)ને ફરી શરૂ કરવાનો પ્રસ્તાવ ઉદ્યોગ અને ઊર્જા વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને સંબંધિત સમિતિ દ્વારા મંજૂરી આપી છે, જ્યારે ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

દેશમાં ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે 2018માં યોજના જારી કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પહેલા એક લાખ ટુ-વ્હીલરની ખરીદી પર 25,000 અને તેમાથી પહેલા 10,000 ફોર-વ્હીલર ઉપર 2.5 લાખ રૂપિયાની વિશેષ રાહત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હતી, પણ આ રાહતને થોડા સમય બાદ બંધ થઈ જતાં ગ્રાહકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. હવે ઊર્જા વિભાગ દ્વારા નવી દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. સૂચિત દરખાસ્ત મુજબ 3 લાખ ટુ-વ્હીલર અને 30,000 ફોર-વ્હીલર પર વિશેષ રાહત આપવામાં આવી હતી અને હવે તારીખ લાંબાવીને ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

પાંચ વર્ષ પહેલાં તૈયાર આવેલી આ યોજનામાં રાજ્યમાં નોંધાયેલા ફક્ત 10 ટકા ઈ-વાહનોને આ વિશેષ રાહત આપવામાં આવતી હતી, તેથી નીતિ જારી થયા બાદ ઈ-વાહનોના ઉત્પાદન અને વેચાણમાં ત્રણ ગણો વધારો થયો હતો, પણ વિશેષ રાહતવાળા વાહનોની ૧૦ ટકા મર્યાદા પૂરી થયા બાદ વાહનો પર રાહત ન મળતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.

જો આ યોજનાને ફરી મંજૂરી મળશે તો 1.10 લાખની મર્યાદા વટાવ્યા બાદ પણ ઈ-વાહન ખરીદનારા ગ્રાહકોને રિફંડ મળવાની શક્યતા છે અને જ્યાં સુધી આ મર્યાદા સમાપ્ત ન થાય ત્યાં સુધી નવા વાહન ખરીદનારાઓને પણ ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા છે. પરિવહન વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ રાજયમાં વર્ષ ૨૦૨૩માં કુલ 26,133 ટુ-વ્હીલર અને 2,98,085 ફોર-વ્હીલર ઈ-વાહનોની નોંધ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…