આમચી મુંબઈ

હવે કલ્યાણથી સીધી નવી મુંબઈ દોડશે લોકલ

આકાર લઇ રહ્યો છે ₹ ૪૬૭ કરોડનો કલવા-ઐરોલી એલિવેટેડ લોકલ કોરિડોર

મુંબઈ: મુંબઈમાં ઉપનગરોની વચ્ચે સીધાં જોડાણને લઇને અનેક પ્રોજેક્ટ પર ગતિપૂર્ણ કાર્ય થઇ રહ્યું છે. લોકલ ટ્રેનના માધ્યમથી કલ્યાણ-ડોંબિવલીને સીધા નવી મુંબઈને જોડનારા ઘણા સમયથી રાહ જોવાતી હતી એ ઐરોલી-કલવા એલિવેટેડ કોરિડોરને પણ ગતિ મળી છે. સેન્ટ્રલ લાઈનના કલવાથી ટ્રાન્સ હાર્બર લાઈનને જોડવા માટે ઐરોલી-કલવા ઉપનગરી એલિવેટેડ કોરિડોરનું કામ એમઆરવીસીના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. ૪૬૭ કરોડનો ખર્ચ થવાનો હોવાનું એમઆરવીસીના અધિકારીએ જણાવ્યું હતું.
ઐરોલી-કલવા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટ પર દીઘા સ્ટેશનની નજીક બીજું ગર્ડરનું લોંચિંગ રવિવારે કરવામાં આવ્યું હતું. એમઆરવીસીના મુખ્ય પ્રવક્તા સુનીલ ઉદાસીએ આ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું ૪૮ ટકા કામ પૂરું થઇ ગયું છે. રવિવારે મુકુંદ આરયુબી પર ૪૭.૭ મીટર સ્પેનના ૧૪૦ મેટ્રિક ઓપન વેબ ગર્ડરનું સફળતાપૂર્વક લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ પહેલાં બે પુલ અને આરયુબીનું કામ પૂરું થઇ ગયું છે. આ માર્ગમાં બનનારા તમામ બ્રિજના જીએડીને સેન્ટ્રલ રેલવેની મંજૂરી મળી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે કલવા-ઐરોલી એલિવેટેડના કામમાં હજી પણ ૮૬૮ ઝૂંપડાં અડચણરૂપ બનેલાં છે. એમઆરવીસી અનુસાર આ કોરિડોર માટે ૨.૪૪ હેક્ટર જમીનની જરૂરિયાત છે, જેમાં ૦.૫૭ હેક્ટર ખાનગી અને ૧.૮૭ હેક્ટર સરકારી ભૂમિ છે. આમાં સરકારી ભૂમિનું હસ્તાંતરણ તો એમઆરવીસીએ કરી લીધું છે, જ્યારે ખાનગી ભૂમિ જેમના તાબામાં છે એ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત