આમચી મુંબઈ

હવે પ્રફુલ્લ પટેલ વિરોધીઓના રડાર પર

મુંબઈ: શિયાળુ સત્રના પહેલા જ દિવસે નવાબ મલિક અને સત્તાધારી પાટલી પર બેસવાને મુદ્દે વિરોધી પક્ષે સત્તાધારીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આમાં વિધાનપરિષદના વિરોધી પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કોંગ્રેસના અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલનો કુખ્યાત ડોન દાઉદ સાથે સંબંધ હોવાનું કહીને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે.

વિધાનસભાના સભ્ય નવાબ મલિક અંગે તમે જે તમારી તીવ્ર ભાવના વ્યક્ત કરી એ જાણીને આનંદ થયો છે. નવાબ મલિકનો દેશદ્રોહીઓ સાથે સંબંધ છે અને તેઓ અજિત પવારના પાલામાં જઇને બેઠા તેનો તમે વિરોધ કર્યો એ સારી વાત છે. તમે નૈતિકતા અને રાષ્ટ્રવાદ બાબતે કેટલા કટિબદ્ધ છો એ તમારા વલણ પરથી સ્પષ્ટ થાય છે. પણ અજિત પવાર જૂથના એનસીની નેતા પ્રફુલ્લ પટેલના દાઉદ અને તેમના સાથીદાર સાથે સંબંધ છે. દાઉદના ખાસ મનાતા ઈકબાલ મિરચી સાથે આર્થિક વ્યવહાર કર્યો હોવાને લઇને જ ઈડીએ પટેલની સંપત્તિને જપ્ત કરી છે. તો પછી નવાબ મલિક બાબતે કઠોર વલણ અપનાવનારો ભાજપ પ્રફુલ્લ પટેલ માટે પણ આવું જ વલણ દાખવશે? આનો ખુલાસો કરવાની જરૂર છે. તેમના વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી થવી જોઇએ એવું મને જણાઇ રહ્યું છે, એવું દાનવેએ ફડણવીસને લખેલા પત્રમાં જણાવ્યું છે. નવાબ મલિક બાદ હવે અજિત પવાર જૂથના પ્રફુલ્લ પટેલ પણ વિરોધીઓના રડાર પર છે.

પ્રફુલ્લ પટેલ બંને નાયબ મુખ્ય પ્રધાનને મળ્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના સાથી અજિત પવારને શાસક ‘મહાયુતિ’ ગઠબંધનમાં નવાબ મલિકનો સમાવેશ કરવાનું શક્ય ન હોવાનો પત્ર લખ્યાને એક દિવસ બાદ એનસીપીના નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રફુલ્લ પટેલ શુક્રવારે બંને નાયબ મુખ્ય પ્રધાનને મળ્યા હતા. પટેલ વિધાનભવનમાં આવ્યા હતા અને સૌપ્રથમ તેમણે ફડણવીસ સાથે ૧૫ મિનિટ વાત કરી હતી. દરમિયાન અજિત પવારની આગેવાની હેઠળના એનસીપી જૂથના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે શુક્રવારે નવાબ મલિકને વરિષ્ઠ સાથીદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં ક્યાં બેસે છે એ મુખ્ય મુદ્દો નથી. જોકે હજી સુધી તેમણે તેમના રાજકીય વિચારો વિશે વાત કરી નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત