હવે વડાપાઉં પર પણ મોંઘવારીનો માર? મુંબઈની ઓળખસમા આ સ્ટ્રીટ ફૂડનો ભાવ વધવાની શક્યતા
મુંબઇઃ દેશભરમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. આ મોંઘવારીની અસર હવે સ્ટ્રીટ ફૂડ પર પણ દેખાવા લાગી છે. ગરીબોનો ખોરાક, મધ્યમ વર્ગીય લોકો માટે ટાઇમ પાસ અને અમીરો માટે ચટાકેદાર વાનગી એવા પાંઉ વડા હવે મોંઘા થશે એવા સંકેતો મળી રહ્યા છે. મુંબઇગરા સહિત સહિત સૌનું પેટ ભરતા પ્રિય વડાપાવ મોંઘા થવાનાછે. બ્રેડના ભાવમાં થયેલા વધારાને કારણે આવું થયું હોવાનું કહેવાય છે.
બેકરી એસોસિએશને બ્રેડના ભાવમાં વધારો કર્યો છે, જેની વડાપાંવને પણ અસર થશે. બેકરી એસોસિએશને એક પાંઉની કિંમતમાં 37 પૈસાનો વધારો કર્યો છે. તે મુજબ હવે આઠ પાવની લાદીમાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે.
આ પણ વાંચો …ફિલ્મ સિંગર શાનની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, જાણો શું છે ગાયકની હાલત?
આ ઉપરાંત ચણાનો લોટ, કાંદા, બટાકા, લસણ, તેલ બધી જ સામગ્રી મોંઘી છે, તેથઈ હવે પાવના ભાવમાં વધારો થતા વડાપાવ વેંચનારાઓને ભાવ વધારવાનું બહાનું મળી ગયું છે.