આમચી મુંબઈમહારાષ્ટ્ર

હવે આ મેટ્રો લાઈન માટે આવ્યા મહત્ત્વના સમાચાર, વધુ ટ્રેનો કાફલામાં સમાવિષ્ટ

મુંબઈ: ‘અંધેરી વેસ્ટ – માનખુર્દ મેટ્રો ટૂબી’ રૂટ ઓપરેશન માટે જરૂરી ટ્રેનો પૈકી ત્રણ મેટ્રો ટ્રેનો તાજેતરમાં મુંબઈમાં પ્રવેશી છે. આ કાર મંડલા ખાતે ડબલ ડેકર કારશેડમાં પાર્ક કરવામાં આવી છે. આ ટ્રેનોને ટૂંક સમયમાં કનેક્ટ કરીને ટેસ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.

‘મેટ્રો ટૂબી’ હેઠળ ‘દહિસર – અંધેરી વેસ્ટ મેટ્રો ટૂએ’ ને અંધેરી પશ્ચિમ – મંડલા સુધી લંબાવવામાં આવી રહી છે. આ ૨૩.૬૪ કિલોમીટર લાંબી મેટ્રો લાઇનનું કામ હાલ પુર ઝડપે ચાલી રહ્યું છે. આ રૂટના ૩૧ હેક્ટરમાં કાર શેડના કામે પણ વેગ પકડ્યો છે. આ કારશેડમાં એક સાથે ૭૨ કાર પાર્ક કરી શકાય છે. આ કારશેડનું અંદાજે ૬૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ત્રણ લાલ અને વાદળી મેટ્રો ટ્રેન આ કારશેડમાં પ્રવેશી છે. બેંગ્લોર સ્થિત ભારત અર્થ મૂવર્સ લિમિટેડ કંપની ‘મેટ્રો ટૂબી’ની ટ્રેન બનાવી રહી છે.

‘મેટ્રો ટૂએ’ અને ‘દહિસર – ગુંદવલી મેટ્રો સેવન’ના રૂટ પર ચાલતી ટ્રેનો આ જ કંપની દ્વારા બનાવવામાં આવી છે. હવે ‘મેટ્રો ટૂબી’ની ત્રણ ટ્રેનો મંડલા કારશેડમાં પ્રવેશી છે. તબક્કાવાર રીતે કેટલીક વધુ ટ્રેનો મુંબઈમાં લાવવામાં આવશે.

મેટ્રો ટ્રેનની રજૂઆત સાથે, આ માર્ગનો મંડલા-ચેમ્બુર વિભાગ ૨૦૨૪માં ટ્રાફિક સેવામાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. હાલના તબક્કે માંડલે-ચેમ્બુર તબક્કો શરૂ કરવામાં આવશે એના અંગે પ્રશાસન પાસેથી નક્કર માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…