આમચી મુંબઈ
હવે ‘આનંદા ચા શિધા’ આખું વર્ષ?
મુંબઈ: દિવાળી, દશેરા, ગુડી પડવા જેવા તહેવારોમાં રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતી ‘આનંદ ચા શિધા’ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો હોવાથી આ યોજનાને આખું વર્ષ લાગુ કરવાનો આદેશો આપવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આ સંદર્ભે દરખાસ્ત તૈયાર કરી રહ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ યોજના રાજકીય લાભ મેળવવા માટે ફાયદાકારક સાબિત થશે. ગયા વર્ષે જૂનમાં સત્તામાં આવેલી શિંદે ફડણવીસ સરકારે ઓક્ટોબરમાં પહેલી દિવાળી પર ‘આનંદ ચા શિધા’ નો ખ્યાલ અમલમાં મૂક્યો હતો. ૧,૫૮,૩૩,૭૧૯ પીળા અને કેસરી રેશનકાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળ્યો છે.