આમચી મુંબઈ

હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ટાટા પાવરને પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ

મુંબઈ: મુંબઈમાં હવાની ગુણવત્તા બગડવાને કારણે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી) એ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. તેના ભાગરૂપે, ૨૭ ઓક્ટોબરે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ટાટા પાવર કંપની, એજીસ લોજિસ્ટિક્સ અને સીલોર્ડ ક્ધટેનર જેવા ઇંધણ ઉત્પાદન ઉદ્યોગોને પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ આપવામાં આવી છે. આ સિવાય એજીસ લોજિસ્ટિક્સ અને સીલોર્ડ ક્ધટેનર્સને અનુક્રમે રૂ. ૧૦ અને ૫ લાખની બેંક ગેરંટી જપ્ત કરીને તેમના ઉત્પાદનને ૫૦ ટકા સુધી મર્યાદિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાએ તાજેતરમાં મુંબઈમાં પ્રદૂષણ ઘટાડવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. તેથી, તમામ મ્યુનિસિપલ કમિશનરો, કલેક્ટર, પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષકોએ આ સૂચનાઓને તાત્કાલિક અમલમાં મૂકવી, એમ પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના અગ્ર સચિવે સ્પષ્ટતા કરી છે.

આ રેગ્યુલેશનમાં શહેરમાં બાંધકામ અંગેના નિયમો મુંબઈ પ્રમાણે રાખવામાં આવ્યા છે. એ જ રીતે બેકરી ઉદ્યોગો, સ્મશાનગૃહોમાં લાકડા સળગાવવાને બદલે વીજળીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય મુંબઈ મ્યુનિસિપલ વિસ્તારમાં ૫૦ મીટરથી ઉપરના બાંધકામ પ્રોજેક્ટની પરિમિતિની આસપાસ ઓછામાં ઓછી ૨૫ ફૂટ ઊંચી ટીન/મેટલ શીટ્સ અને કોર્પોરેશન વિસ્તારની બહાર ઓછામાં ઓછી ૨૦ ફૂટ ઊંચી ટીન/મેટલ શીટ્સ સ્થાપિત કરવી જોઈએ. બિગ સિટી (મેગા સિટીઝ) – એક એકરથી વધુ વિસ્તાર ધરાવતા તમામ બાંધકામ પ્રોજેક્ટ્સમાં, બાંધકામ પ્રોજેક્ટ સાઇટની આસપાસ ઓછામાં ઓછી ૨૫ ફૂટની ઊંચાઈની મેટલ શીટ ઇન્સ્ટોલ કરવી જોઈએ અને એક એકર કરતાં ઓછી બાંધકામ સાઇટ્સમાં, શીટ મેટલની ઊંચાઈ લઘુત્તમ ૨૫ ફૂટ ફરજિયાત રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button