થાણેમાં પ્રદૂષણને લગતી ગાઈડલાઈનના ઉલ્લંઘન માટે ૩૬૨ને નોટિસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં પ્રદૂષણને લગતી ગાઈડલાઈનના ઉલ્લંઘન માટે ૩૬૨ને નોટિસ

પોણા બે લાખ રૂપિયાનો વસૂલ્યો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: હવાની ગુણવત્તાને જાળવી રાખવા માટે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ અને માર્ગદર્શક તત્ત્વની અમલબજવણી માટે મુંબઈ મહાનગરપાલિકાની સાથે જ થાણે મહાનગરપાલિકાએ પણ ગાઈડલાઈન બહાર પાડી છે. થાણે મહાનગરપાલિકાએ ગાઈડલાઈનનું પાલન થાય છે કે તે તપાસ કરવા માટે વિજિલન્સ ટીમ બનાવી છે, જે શહેરમાં ઠેર ઠેર ઈન્સ્પેકશન કરી રહી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરી રહી છે, જે હેઠળ બુધવાર સાંજ સુધીમાં ૩૬૨ લોકોને થાણે પાલિકાએ નોટિસ ફટકારી હતી અને કુલ એક લાખ ૭૦ હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

થાણે પાલિકાના જણાવ્યા મુજબ થાણે આનંદ ચેક નાકા પાસે તહેનાત રહેલી વિજિલન્સ ટીમે બાંધકામનો કાટમાળ લઈ જઈ રહેલા ૨૧ ડમ્પરો સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.માજિવાડા વિભાગમાં પણ એક રેડી મિક્સ કૉંક્રીટ પ્લાન્ટ બંધ કરાવ્યો હતો. શહેરમાં ચાલી રહેલા બાંધકામ, બાયોમાસ બાળવા, કાટમાળનું ટ્રાર્ન્સ્પોટેશન કરનારા વાહનોને નિયમનું પાલન કરવા માટે નોટિસ પણ મોકલવામાં આવી રહી છે.

સંબંધિત લેખો

Back to top button