આમચી મુંબઈ

વિપક્ષ જ નહીં, સત્તામાં સહભાગી પક્ષોને પણ ધમકાવાય છે: સુપ્રિયા સુળે

પુણે: મહારાષ્ટ્રમાં ફક્ત વિપક્ષ જ નહીં, પરંતુ સત્તામાં સહભાગી સાથી પક્ષોને પણ દબાવવામાં આવતા હોવાનું કહી બારામતીનાં સાંસદ તેમ જ શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે ઉલ્હાસનગરમાં ભાજપના વિધાનસભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલા ગોળીબારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે `અબ કી બાર, ગોલીબાર સરકાર.’ પુણેમાં કરોડો રૂપિયાનું ડ્રગ્ઝ મળી રહ્યું છે અને રસ્તા ઉપર કોયતા ગેંગનો આતંક છે. ગૃહ ખાતું આ બધા માટે જવાબદાર છે. દુર્ભાગ્યપણે સરકાર ફક્ત વિપક્ષને જ નહીં, પણ પોતાના સાથી પક્ષોને પણ દબાવી રહી છે.
નીતિન ગડકરી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તે વિપક્ષને દુશ્મન માને તેવી વ્યક્તિ નથી. તે લોકશાહીમાં માનનારા છે અને તેથી જ તેમની માટે અમને હંમેશાં માન રહેશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button