છઠી જુલાઈએ ફરજિયાત હિન્દીના વિરોધમાં બિનરાજકીય મોરચો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ એવું એલાન કર્યું હતું કે છઠી જુલાઈના રોજ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શાળાઓમાં ત્રિભાષા ફોર્મ્યુલા અને હિન્દી લાદવા સામે નાગરિક સમાજના સભ્યો દ્વારા આયોજિત આંદોલન કરવામાં આવશે. તેમણે એવી હાકલ કરી હતી કે આ આંદોલનમાં કોણ સહભાગી નથી થતું તે જોવામાં આવશે. આ આંદોલનમાં કોઈ પક્ષનો ધ્વજ નહીં હોય એવી સ્પષ્ટતા પણ રાજ ઠાકરેએ કરી હતી.
શાળાના અભ્યાસક્રમમાં ત્રીજી ભાષાના વિવાદ પર બોલતા, મુખ્ય પ્રધાન ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે હિન્દી વૈકલ્પિક છે જ્યારે મરાઠી ફરજિયાત છે.
આપણ વાંચો બદલાપુરથી ચાર વર્ષની બાળકીનું અપહરણ: 24 કલાકમાં આરોપી મધ્ય પ્રદેશમાં પકડાયો
તેમણે કહ્યું હતું કે મનસે અન્ય રાજકીય પક્ષો, સાહિત્યકારો અને કલાકારોની સાથે વાત કરીને તેમને આ મોરચામાં સહભાગી થવાની અપીલ કરશે.
આ મોરચો ગિરગાંવ ચોપાટીથી આઝાદ મેદાન જશે અને તેમાં કોઈપણ પાર્ટીનો ધ્વજ નહીં હોય.