આમચી મુંબઈ

રાજ્યસભાની ચૂંટણી માટેના ૭ ઉમેદવારમાંથી એકનું નામાંકન રદ

મુંબઈ: રાજ્યસભાની ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર વિશ્ર્વાસ જગતાપનું નામાંકન શુક્રવારે નકારી કાઢવામાં આવ્યું હતું, જેના કારણે મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણ અને મિલિંદ દેવરા સહિત બાકીના છ ઉમેદવારોની ચૂંટણી લગભગ નિશ્ર્ચિત થઈ ગઈ છે.

રિટર્નિંગ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ક્રુટિની રાઉન્ડમાં જગતાપનું નોમિનેશન ફગાવી દેવામાં આવ્યું હતું. ૨૦ ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ હતી. બિનહરીફ ચૂંટણીની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, દેવરાએ શુક્રવારે કહ્યું હતું કે ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના લોકશાહી પક્ષો છે જ્યારે કૉંગ્રેસ નથી. શિંદે સખત મહેનતનું વળતર આપે છે. હું ખૂબ જ ખુશ છું કે હું શિવસેનામાં જોડાયો, જ્યાં પાર્ટીનો સામાન્ય કાર્યકર મોટા પદો મેળવવાનું સપનું જોઈ શકે છે. દેવરાએ દાવો કર્યો હતો કે તેમણે કૉંગ્રેસને એમવીએનો ભાગ ન બનવાની સલાહ આપી હતી કારણ કે તે સત્તાનું તકવાદી જોડાણ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા