થાણેમાં આજે પાણી નહીં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં આજે પાણી નહીં

થાણે: થાણે મહાનગરપાલિકામાં સ્ટેમ ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા યોજનાની દૈનિક જાળવણીની કામગીરી હાથ ધરવા માટે આજે સવારે નવ વાગ્યાથી ગુરુવારે સવારે નવ વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને તેની પોતાની પાણી પુરવઠા યોજના બનાવી છે અને તબક્કાવાર રીતે થાણેમાં પાણી પુરવઠો ચાલુ રાખવાનું આયોજન કર્યું છે.
તે મુજબ ઘોડબંદર રોડ, પાટલીપાડા, પવારનગર, કોઠારી કમ્પાઉન્ડ, આઝાદનગર, ડોંગરીપાડા, વાઘબીલ, આનંદનગર, કાસરવડવલી, ઓવલા વગેરે આજે સવારે નવ થી રાત્રે નવ વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. રાહિલ અને સમતાનગર, ઋતુપાર્ક, સિદ્ધેશ્ર્વર, ઇટરનિટી, જોન્સન, જેલ, સાકેત, ઉથલસર, રેતીબંદર, કાલવા અને મુમ્બિયા જેવા કેટલાક વિસ્તારોમાં બુધવારે રાત્રે નવ વાગ્યાથી ગુરુવારે સવારે નવ વાગ્યા સુધી થોડા સમય માટે તબક્કાવાર પાણી પુરવઠો બંધ કરવામાં આવશે
આ શટડાઉનના કારણે જ્યાં સુધી પાણી પુરવઠો પૂર્વવત્ નહીં થાય ત્યાં સુધી આગામી એક થી બે દિવસ સુધી પાણી પુરવઠો ઓછા દબાણે રહેવાની શક્યતા છે. જો કે, નાગરિકોને પાણીનો યોગ્ય સંગ્રહ રાખવા અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button