આમચી મુંબઈમહારાષ્ટ્ર

કોઈ ભલે ન જોતું હોય બાળ ઠાકરે અને આનંદ દીઘે જોઈ રહ્યા છે: શિંદેએ ઉદ્ધવ ઠાકરેને માર્યો ટોણો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિર બને એ બધાનું જ સપનું હતું. નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે. સુવર્ણ અક્ષરે લખી રાખવાનો દિવસ છે. 14 વર્ષનો વનવાસ પૂરો થયો છે. પાંચસો વર્ષનો ઈતિહાસ છે જેના પર લોકોની મીટ મંડાયેલી હતી. આ દેશનો જ નહીં આખી દુનિયાનો વિષય છે. આ દૃષ્ય બધાએ આંખમાં સમાવી લેવું જોઈએ, એવા શબ્દોમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવેલા બહિષ્કાર બાબતે ટોણો લગાવતાં તેમણે કહ્યું હતું કે કોઈ આ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભને જુએ કે ન જુએ બાળ ઠાકરે અને આનંદ દીઘે સ્વર્ગમાંથી ચોક્કસ જોતા હશે.

આદરણીય બાળાસાહેબ ઠાકરે અને ધર્મવીર આનંદ દીઘેના પહેલેથી જ અયોધ્યા અને રામ મંદિર સાથે લાગણીના સંબંધો હતા. કાર સેવા ચાલી રહી હતી ત્યારે આનંદ દીઘેના નેતૃત્વ હેઠળ ચાંદીની ઈંટ અર્પણ કરવામાં આવી હતી. અમે જ્યારે ત્યાં જઈએ ત્યારે રામમય થયેલું વાતાવરણ જોતા હોઈએ છીએ. આ સ્થળે અનોખી શક્તિ છે. રામના અસ્તિત્વની હાજરી વર્તાઈ રહી છે. રામ ભક્તોની ઈચ્છાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરી કરી છે.

નરેન્દ્ર મોદીને કારણે આજનો દિવસ જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના બધા જ રામ ભક્તો અને જનતા વતી હું મોદીનો આભાર વ્યક્ત કરું છું. અયોધ્યા માટે મને પણ આમંત્રણ આવ્યું હતું. આજનો સમારંભ ભવ્ય છે. લોકો આનંદિત થઈ રહ્યા છે. હું એકલો રામ મંદિરના દર્શન કરવાને બદલે આખા પ્રધાનમંડળ, સંસદસભ્યો, વિધાનસભ્યોને સાથે લઈને અયોધ્યા જઈશ. અમારી સાથે મહારાષ્ટ્રના લાખો રામભક્ત સામેલ થવા જોઈએ. અમે તેની તૈયારી તકરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તારીખ જાહેર કરીશું, એમ પણ શિંદેએ કહ્યું હતું.

રામ લલ્લા વનવાસમાં ગયા ત્યારે નાશિકમાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સાથે તેમને અનેરો સંબંધ હતો. મહારાષ્ટ્રમાંથી મંદિર માટે સાગનું લાકડું ગયું હતું. આપણે બધા નસીબદાર છીએ. મહારાષ્ટ્ર અને અયોધ્યાના સંબંધો વધુ ગાઢ બનાવવા માટે અમે બધા સાથે દર્શન માટે ત્યાં જઈશું એમ તેમણે કહ્યું હતું.

કેટલાક લોકોએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભનો બહિષ્કાર કર્યો છે. બહિષ્કાર કરનારા લોકોને ઘરના લોકોએ સદ્બુદ્ધિ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. બધાને સદ્બુદ્ધિ મળે એવી અપેક્ષા. જે લોકો આ સમારંભનું રાજકારણ કરી રહ્યા છે તેમને પણ સદ્બુદ્ધિ મળે. કેટલાક લોકો રામના અસ્તિત્વ અને મંદિર અંગે પ્રશ્ર્ન ઉપસ્થિત કરી રહ્યા છે. આ લોકોને હું કહેવા માગું છું કે જો રામ કા નહીં હોતા, વો કિસી કામ કા નહીં હોતા. આ સમારંભ બીજું કોઈ જુએ કે ન જુએ પણ બાળ ઠાકરે અને આનંદ દીઘે સ્વર્ગમાંથી જોતા હશે, એમ શિંદેએ કહ્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker