સળંગ ચાર દિવસની રજા ન મળી મુંબઈગરાઓને, આ કારણે…
હાથ આયા પર મુંહ ન લગા જેવી રજાપ્રેમીઓની સ્થિતિ
મુંબઈ: શનિ-રવિવારની રજા અને તેની પછી સોમવારે કે સોમવાર અને મંગળવારે જાહેર રજાઓ આવી જતી હોય તો નોકરિયાત વર્ગને મોજ પડી જતી હોય છે અને મુંબઈગરાઓ તો નજીકના લોનાવલા કે પછી ખંડાલા જેવા હિલ સ્ટેશનોએ જવાનો પ્લાન બનાવી નાખતા હોય છે. આ વખતે પણ બીજો શનિવાર, રવિવાર, સોમવારે ઇદની અને પછી ગણેશોત્સવની આમ સળંગ ચાર દિવસની રજા આવતી હોઇ મુંબઈગરાઓએ પોતાના હોલી-ડે પ્લાન બનાવી લીધા હતા.
આ પણ વાંચો: મેટ્રો માટે લાઇનમાં ઊભા રહેવાની માથાકૂટથી મુકિત્ મળશે મુંબઈગરાઓને
જોકે તેમાં રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવતા મુંબઈગરાઓની મજા બગડી ગઇ છે. ઇદની રજાની તારીખ 16ના રોજ સોમવારથી બદલાવીને 18 તારીખે કરી નાખવામાં આવી હોવાથી લોકોના હોલી-ડે પ્લાન બગડી ગયા છે.
જોકે મુસ્લિમ સમુદાય દ્વારા સરકારને કરવામાં આવેલી વિનંતીને પગલે હવે 16ના બદલે 18 તારીખે ઇદની રજા જાહેર કરવામાં આવી છે. 17મી તારીખે અનંત ચતુર્દશી હોઇ મુસ્લિમ સમુદાયે 18મી તારીખે ધાર્મિક ઉજવણી કરવાનો નિર્ણય લીધો હોઇ સરકારે તેમની અરજી માન્ય કરીને 18મી તારીખે રજા જાહેર કરી હતી.
આ પણ વાંચો: જો તમારા ઘરે પાલતુ જાનવરો છે તો તૈયાર રહેજો મુંબઈગરા, સપ્ટેમ્બરથી શરુ થશે…
જોકે આ નિર્ણયને પગલે શનિ, રવિ, સોમ અને મંગળવાર આમ ચાર દિવસની રજામાં સોમવારના દિવસનો ખાડો પડી જાય છે. જેથી લોંગ વિકેન્ડનું મુંબઈગરાઓનું સપનું રોળાઇ ગયું છે. હવે પહેલાથી જ વિકેન્ડ પ્લાન કરી નાખ્યું હોય તેમણે પોતાની યોજનામાં ફેરફાર કરવાની અને હોલી-ડે ટૂંકાવવાનો વારો આવ્યો છે.