આમચી મુંબઈ

રાજ્યના રાજકીય નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં: કેન્દ્રીય ભાજપ નેતૃત્વની સ્પષ્ટ ભૂમિકા

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએનો દેખાવ અત્યંત નબળો રહ્યો હોવા છતાં રાજ્યના રાજકીય નેતૃત્વમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. નાયબ મુખ્ય પ્રધાનપદની જવાબદારીમાંથી મુક્ત થવા માગનારા દેવેન્દ્ર ફડણવીસને તેમના પદ પર ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીમાં આયોજિત બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વમાં લોકસભાની ચૂંટણીમાં થયેલી ભૂલોને સુધારીને વિધાનસભાની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઉતરવાની તૈયારીમાં લાગી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં નવી દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે રાજ્ય ભાજપના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, ફડણવીસ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, પંકજા મુંડે, સુધીર મુનગંટીવાર અને અન્ય નેતાઓ હાજર હતા.
ગોયલે બેઠક બાદ કહ્યું કે રાજ્ય ભાજપમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સ્પષ્ટ છે કે લોકસભાની ચૂંટણીમાં નિષ્ફળતા બાદ સરકાર છોડવાની અને પાર્ટીના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા વ્યક્ત કરનાર ફડણવીસ આગામી વિધાનસભા ચૂંટણી સુધી નાયબ મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેશે. બાવનકુલે પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રહેશે. વિધાનસભા માટે કઈ રણનીતિ ઘડવી તેની સમીક્ષા કરવામાં આવી હતી. ફડણવીસે એ પણ સ્પષ્ટ કર્યું કે મહાગઠબંધનના ઘટક પક્ષો સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા શરૂ કરવામાં આવશે. તેમણે એવો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો કે કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્ર ભાજપની પાછળ મજબૂત રીતે ઊભું છે અને વિધાનસભા ચૂંટણી જીતશે.

આ પણ વાંચો :મહારાષ્ટ્રના ભાજપ પ્રદેશપ્રમુખે આ નિવેદન આપીને સૌને ચોંકાવ્યા, જાણો શું કહ્યું?

સૂત્રોએ માહિતી આપી હતી કે બેઠકમાં ચર્ચા થઈ હતી કે લોકસભા ચૂંટણીમાં અજિત પવારના જૂથનો કોઈ પ્રભાવ જોવા મળ્યો નથી. શિવસેના શિંદે જૂથના મતો પણ ભાજપના ઉમેદવારોને મળ્યા ન હોવાનું રાજ્યના નેતાઓએ દર્શાવ્યું હોવાનું કહેવાય છે. આ હિસાબે સીટ વહેંચણીમાં ભાજપનો જ દબદબો રહેશે.

લોકસભાના પરિણામ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં અમે ઓછા પડ્યા ત્યાં વિચારમંથન થયું. મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની મત ટકાવારીમાં કોઈ ખાસ તફાવત નથી. લોકસભાની ચૂંટણી દરમિયાન થયેલી ભૂલો સુધારવામાં આવશે એમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત