આમચી મુંબઈમહારાષ્ટ્ર

નીતીશ કુમાર એનડીએમાં જવાથી I.N.D.I.A. ગઠબંધનને કોઈ ફરક પડશે નહીં: સંજય રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે સોમવારે પુણેમાં એવું નિવેદન કર્યું હતું કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના એનડીએમાં પાછા ફરવાથી વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનને કોઈ અસર થશે નહીં. તેમણે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસ નીતીશ કુમારને વિપક્ષી ગઠબંધનના ક્ધવીનર બનાવવાની તરફેણમાં હતી.
તેમણે નીતીશકુમારનો ઉલ્લેખ પલટુરામ તરીકે કર્યો હતો.


નીતીશકુમારે જે રીતે I.N.D.I.A. ગઠબંધન છોડ્યું તે કમનસીબ હતું એન જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે જો કોઈને એમ લાગતું હોય કે નિતીશ કુમારના જવાથી I.N.D.I.A. ગઠબંધનમાં ભંગાણ પડશે તો એ સાચું નથી. વાસ્તવમાં આવા લોકોના જવાથી સંગઠન વધુ મજબૂત બને છે. I.N.D.I.A. ગઠબંધન પણ મજબૂત બનશે.


બિહારમાંથી તેજસ્વી યાદવ છે, કૉંગ્રેસ છે અને અન્ય કેટલીક પાર્ટીઓ પણ છે. તેઓ ઈન્ડિયા ગઠબંધનને મજબૂત બનાવશે. નીતીશ એટલે બિહાર નથી, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે ભાજપનો અસલી ચહેરો તેઓ ઓળખતા નથી. ભાજપ નીતીશ કુમારને ખતમ કરી નાખશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button